ગોધરા, ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે આવેલ ઓરચીડ હોટલનું 1,75,317/-રૂપીયાનુંં લાઈટ બીલ બાકી હોય જેથી ડે.એન્જીનિયરએ લાઈટ સ્ટાફને લાઈટ કનેકશન બંધ કરવા મોકલતા લાઈટ કાપવા નહિ દઇ તેમજ ગોધરા ગ્રામ્ય પાવર હાઉસ ખાતે આવી ફરિયાદી કર્મચારીને હુંં કાઉન્સીલર છું તેમ કહી ગાળો આપતા હોય ગાળો આપવાની ના પાડતા તું આદિવાસી છે તારી સાથે આવી રીતે વાત થશે તેમ કહી જાતિ અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે આવેલ ઓરચીડ હોટલના જીઈબી મીટરના લાઈટ બીલના રૂા.1,75,317/- બાકી હોય જે ડેપ્યુટી એન્જીનિયર નિતેશભાઈ વાળંદએ લાઈન સ્ટાફ રમેશભાઈ બારીયાને લાઈટ કનેકશન બંધ કરવા માટે મોકલેલ હતા. ત્યારે નરીભાઈ રામનાણીએ લાઈટનું કનેકશન કાપવા દીધેલ નહી અને પાવર હાઉસ ગ્રામ્ય વીજ કચેરીમાં આવી જુનીયર ઈજનેર રાજુભાઈ ઉદેસિંહ ભાભોરને હું પાલિકાનો કાઉન્સીલર છું અને મારી ઓરચીડ હોટલ ઉપર લાઈટ કનેકશન કાપવા માટે માણસો મોકલેલ છે. તેમ કહી બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરેલ જેથી ગ્રામ્ય વીજ કપંની કચેરી માંથી રંગીતભાઈ વડેલીયા, કમલેશભાઈ પરમારને હોટલ ઉપર મોકલી લાઈટ કનેકશન બંધ કરાવવા આરોપી કચેરીમાં આવી ગાળો આપતો હોય મારી હોટલનુંં લાઈટ કનેકશન બંધ કરેલ છે. તેમ કહેતા લાઈટ બીલ બાકી નિકળતુંં હોય જેથી કનેકશન બંધ કરેલ છે. તેમ કહેવા જતા ગાળો આપવાની ચાલુ રાખતા રાજુભાઈ ભાભોર ગાળો બોલવાની ના પાડતા તું આદિવાસી છે. તારી સાથે આવી વાત થશે તેમ કહી જાતિ અપમાનિત કરી બહાર નિકળ તારા કપડા ઉતારી લઈ મારી નાખીશ તેવી ધમકી આપતાં એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.