
શહેરા, શહેર સહિત સમગ્ર જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની વિશેષ નમાજ અદા કરીને વાજતે ગાજતે જુલુસ કાઢવામાં આવ્યું હતું.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ગુરૂવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર મુસ્લિમ સમાજના લોકો પોતાના પરંપરાગત પોશાક પહેરેલા જોવા મળી રહયા હતા. એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવતા નજરે પડી રહ્યા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા બપોરના સમયે મસ્જિદમાં નમાજ અદા કરી હતી. નગરમાં આવેલ હૂસેનીચોક થી જુલુસ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરના હોળી ચકલા, મેઇન બજાર, અંધેરી ભાગોળ થઈને અન્ય વિસ્તારમાં નીકળ્યું હતું. સૈયદ બાબા અને ફુલ સૈયદ બાબાના આશીર્વાદ સૌ મુસ્લિમ બિરાદરોએ લીધા હતા. આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ઇદનો પર્વ પૂર્ણ થયો હતો.