ભારે વાવાઝોડા અને વરસાદથી તારાજી, 300 વર્ષ જૂનું માતાજીનું સ્થાનક ઉજડ્યું: લોખંડનો મહાકાય કેબીન હવામાં ફંગોળાયો

  • દાહોદ તાલુકાના ગમલા સહિત આસપાસના વિસ્તારોમાં 300 થી વધુ મકાનોમાં ભારે નુકસાન, સંખ્યાબંધ વીજપોલ, ટ્રાન્સફોર્મર ભોયભેગા.
  • -આસપાસના ગામોમાં 16 કલાકથી અંધારપટથી યાંત્રિક ઉપકરણો બંધ પડ્યા : અંતરિયાળ રસ્તાઓ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર ઠપ્પ.

દાહોદ, દાહોદ જીલ્લામાં ગતરોજ સાંજના સુમારે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હોવાનું સામે આવ્યુંછે. જેમાં જાલત, ગમલા, તેમજ ચંદવાણા તથા સુખસર, ફતેપુરા જેવા તાલુકા મથકોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તેમાંય ખાસ કરીને ગમલા તથા આસપાસના ગામોમાં મારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો ધારાશાયી થયા છે. તો બીજી તરફ મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થતા સંખ્યાબંધ વીજ પોલો, વીજ ટ્રાન્સફમર તથા 300 વર્ષ કરતા પણ જુના ચામુંડા માતાનું સ્થાનક પણ આવા વાવાઝોડાની ઝપટમાં આવી જમીન દોસ્ત થઈ જવા પામ્યો છે. તો વાવાઝોડાની પ્રચંડતા એટલી હતી કે આ વાવાઝોડાની લપેટમાં આવેલા વજનદાર લોખંડનો કેબીન પણ હવામાં ફંગોળાઈ જવા પામ્યો હતો, તો આરસીસીના ધાબામાં પણ નુકસાન થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

દાહોદ જીલ્લામાં છેલ્લા પખવાડિયામાં એટલે કે 16 17 સપ્ટેમ્બરે ભારે પવન સાથે વરસાદ વરસતા તમામ ડેમો, નદી, નાળા તળાવ કોતરો ઓવરફ્લો થયાં હતા. ત્રણ દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદથી દાહોદ જીલ્લામાં 950 કરતાં વધુ મકાનો ધરાસાયી થયાં હતા. તો એમજીવીસીએલને પણ લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. આ બનાવની હજી સહી સુકાઈ નથી. ત્યારે ગઈકાલે સાંજના સમયે દાહોદના આકાશમાં કાળા ડિબાગ વાદળોની ફોજ ઉમટી આવી હતી. જેના પગલે પ્રચંડ વાવાઝોડા સાથે ત્રાટકેલા ભારે વરસાદે દાહોદ શહેર થી તદ્દન નજીક ગણાતા ગમલા જાલત ચદવાણા સહિતના ગામોમાં ભારે સર્જી છે. જેના પગલે એકલા જાલત ગામના સબેલા ફળીયા, સરપંચ ફળીયા તેમજ અન્ય આજુબાજુના ફળીયામાં આવેલા 100 થી વધુ કાચા મકાનો પ્રચંડ વાવાઝોડાની અડફેટે આવતા ધારાશાયી થયાં હતા તો બીજી તરફ વાવાઝોડાના કારણે સંખ્યાબંધ વૃક્ષો, વીજપોલ, તેમજ ટ્રાન્સફાર્મર જમીનદોસ્ત થઇ જતા ગઈકાલ સાંજથી અંધારપટ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. તો બીજી તરફ આફતરૂપે આવેલા કુદરતના આ કેહરમાં મકાઈ અને ડાંગર સહિતના ઉભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રચંડ વાવાઝોડામાં 300 વર્ષ જૂનું ચામુંડામાંનુ સ્થાનક જમીનદોસ્ત : વજનદાર લોખંડનું કેબીન હવામાં ફગોળાયું……

ગમલા ગામે સરપંચ ફળિયામાં મહાકાય વડલાના નીચે આવેલા આશરે 300 વર્ષ કરતા જૂના ચામુંડા માતાનું સ્થાનક જ્યાં સેકડો વર્ષોથી અહીંના ગ્રામજનો નવરાત્રી તેમજ માતાજીના અનુષ્ઠાન ભારે આસ્થા પૂર્વક કરતા હતા. આ ચામુંડા માતાનું સ્થાનક પણ ગઈકાલે સાંજે પ્રચંડ વાવાઝોડાની અડફેટમાં આવ્યું હતું. આ વાવાઝોડાની પ્રચંડતા એટલી હતી કે વર્ષોથી અડીખમ ઉભેલા મહાકાય વડલાના વ્રત સાથે આવેલા માતાજીના સ્થાનકને જળમૂળ માંથી ઉખેડીને ફેંકી દીધું હતું એટલું જ નહીં સ્થાનકની બિલકુલ બાજુમાં માતાજીના પ્રસાદ સહિતના અન્ય સર સામાનનું ધંધો કરતા સ્થાનિક વેપારીના મહાકાય વજનદાર લોખંડનું કેબીન પણ વાવાઝોડાની પરફેક્ટમાં આવી હવામાં ફંગોળાઈ ગયો હતો.

વાવાઝોડા સાથે ત્રાટેકેલા વરસાદમાં ટ્રાન્સફોર્મર સાથે વીજપોલ ભોયભેગા થતા અંધારપટ : ખૠટઈકને લાખોનું નુકશાન…

ગઈકાલે સાંજે જાલત, ગમળા તેમજ ધનવાડા સહિતના આસપાસના વિસ્તારોમાં રાખેલા ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે ટ્રાન્સફોર્મર સાથે વીજપોલ ધરાશાયી થતા વીજળી ડૂલ થતા આસપાસના ગામોમાં ગઈકાલ સાંજથી અંધારપટ થવાઈ જવા પામ્યો છે. લગભગ વાવાઝોડાના 16 કલાક પછી પણ પરિસ્થિતિ યથાવત રહેતા યાંત્રિક ઉપકરણો તેમજ મોબાઇલ ફોન પણ ચાર્જીંગના અભાવે શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા.

જાલત ગમલા ચદવાણા સહિતના વિસ્તારોમાં 300 થી વધુ વૃક્ષો ધરાશાયી : કેટલાક ઠેકાણે વૃક્ષો રસ્તા પર તૂટીને પડતા વાહન વ્યવહાર ઠપ્પ…..

દાહોદ તાલુકાના ગમલા, જાલત ચંદવાણા, કતવારા, તરવાડીયા સહિતના ગામોમાં વાવાઝોડાના પગલે વર્ષોથી અડીખમ રહેલા મહાકાય વૃક્ષોનું પણ આ વાવાઝોડામાં નિકંદન નીકળી જવા પામ્યો હતો. એકલા ગમલા ગામમાં 150 થી વધારે મહાકાય વૃક્ષો ભોય ભેગા થઈ ગયા હતા. તો ચંદવાનાથી ગમલા, જાલતથી ગમલા, ગમલા ગામમાં સરપંચ ફળિયાથી, સબેલા ફળીયા તેમજ સ્મશાન સહિતના રસ્તાઓ પર ઠેક-ઠેકાણે મહાકાય વૃક્ષો જમીન દોસ્ત થઈ રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર બંધ થતા અવરજવર બંધ થઈ જવા પામી હતી.

ગમલા ગામના ત્રણેય ફળિયામાં તેમજ સીમાડે આવેલા 300 થી વધુ મકાનોને ભારે નુકશાન.:- સરપંચ ભાવસિંગભાઈ સંગાડીયા..

ગામના સરપંચ ભાવસિંગભાઈ સંગાડીયાના જણાવ્યા અનુસાર 6000 કરતા પણ વધુ વસ્તી ધરાવતા ગમલા ગામમાં 5,000ની આસપાસ મતદારો છે. આ ગામમાં ગઈકાલે વાવાઝોડાની સાથે વરસેલા વરસાદમાં ગામમાં 100 જેટલા કાચા મકાનો ધારાસભ્ય તેમજ અને મકાનોમાં ભારે નુકસાન મળી કુલ 300 મકાનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પગલે ઠેક ઠેકાણે ગામ સંપર્ક વિહોણા બન્યા છે.