ઝાલોદ તાલુકાના જેતપુર ગામેથી SOG પોલીસે 5.59 લાખના ગાંજાના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી

  • નશાનું વાવેતર ઝડપાયો:ખેતરમાં ગાંજાની ખેતી કરનાર ઈસમ પાસેથી ગાંજાના 59 છોડ મળ્યા.
  • SOG પોલીસે 55 કિલોગ્રામ ગાંજાના છોડ જપ્ત કર્યા.

ઝાલોદ, ઝાલોદ તાલુકાના જેતપુર ગામે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગાંજાની ખેતી કરતા ઈસમને એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને તેની પાસેથી 5.59 લાખ કિંમતના 55 કિલોના 59 ગાંજાના છોડ મળી આવતા પોલીસે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં નશાનું વાવેતર કરનાર ઈસમને મુદામાલ સાથે ઝડપી જેલભેગો કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના જેતપુર ગામના મછાર ફળિયાના રહેવાસી શામજીભાઈ હમજી ભાઈ મછાર પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગાંજાની ખેતી કરતા હોવાની બાતમી દાહોદ એસ.ઓ.જી. પોલીસના પી.આઈ સંજય ગામેતીને મળતા તેઓના નેતૃત્વમાં એસ.ઓ.જી ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી શામજીભાઈ ના ખેતરમાંથી 55 કિલો ગ્રામના 59 છોડ મળી આવતા એસ.સો.જી. પોલીસે 5.59 લાખના મુદ્દામાલ સાથે શામજીભાઈ મછારની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.