શહેરામાં આવેલા શ્રી ગુરૂકૃપા મોટર્સ માં જીએસટી વિભાગનો સર્વે હાથ ધરાયો

શહેરા, લુણાવાડા હાઈવે પાસે શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ શ્રી ગુરૂકૃપા મોટર્સમાં જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જ્યાં જીએસટી વિભાગની ટીમ દ્વારા શ્રી ગુરૂકૃપા મોટર્સમાં શંકાસ્પદ બિલ સહિતના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. છેલ્લા 12 કલાકથી વધુના સમયથી સર્વે હાથ ધરાયો હતો. જીએસટી વિભાગની તપાસમાં જીએસટીને લઈને વેપારી દ્વારા કરવામાં આવેલા વ્યવહારોમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે ઓટો મોબાઈલ ક્ષેત્રના વેપારીને ત્યાં જીએસટી વિભાગના સર્વેને લઈને શહેરાના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જીએસટી વિભાગ દ્વારા મોડી રાત સુધી સર્વે ધરવામાં આવ્યું હતું. જાણવા જીએસટી વિભાગ દ્વારા સર્વે કરાયો છે, પરંતુ હકીકતો જાણવા મળી નથી.