
બાલાસીનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં દસ દિવસથી ખૂબ જ શ્રદ્ધા ભક્તિથી પૂજા અર્ચના બાદ આજરોજ આનંદ ચૌદસના દિવસે 40 જેટલા પડાંલોમા બિરાજમાન ગણેશજીની ડી.જેના તાલે નાના-મોટા 40 ઉપરાંત ગણેશજીના વિસર્જન નગરના સુદર્શન તળાવમાં કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ડી.વાય.એસ.પી, જયદીપસિંહ જાડેજા પોલીસ ઇસ્પેક્ટર, મુકેશભાઈ ભગોરા પી.એ.આઈ શી.કે. સિસોદિયા સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીની અશ્રુભરી વિદાય કરી હતી.