નાના વડદલા અને સડા ગામના ગ્રામજનો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે ગણપતિ બાપ્પાનું વિસર્જન

લુણાવાડા, મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા ગામના ગ્રામજનો દ્વારા ડી.જે.ના તાલે ગણેશજીનુ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જયારે બીજું બાજુ સડા ગામના યુવક મંડળ દ્વારા પણ ગણપતિ બાપ્પાનું આયોજન કરવામાં આવેલ હતું અને તે પણ આનંદ ઉલ્લાસ સાથે ગણપતિજીના વિસર્જન માટે ડી.જે. ના નાચગાન સાથે વરઘોડો નીકળ્યો હતો.

આજે ગણપતિ વિસર્જનમાં ભારે ભકતોની ભીડ જોવા મળી હતી. જયારે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે અને ત્યારબાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ બાપાની વિસર્જનમાં ભક્તો ભારે ભીડ સાથે અને ડીજેના તાલ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભકતોમાં પણ્ આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. જયારે ભકતો અબીલ ગુલાલની છોળો ઉડાડી અને ડી.જે. તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણપતિ બાપા મોર્યો અને ઘી મા લાડુ ચોરીયા તેવા ભક્તિભાવના નારાઓ સાથે ભકતો દ્વારા ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જયારે નાના વડદલાના ગ્રામજનો તેમજ સડાના ગ્રામજ્નો દ્વારા નાના વડદલા, મોટા વડદલા તેમજ સેમારાના મુવાડા ગામ ખાતે આવેલ બાબા રામદેવજીના મંદિર સુધી ભવ્ય વરઘોડો કાઢવામાં આવેલ હતો. ત્યાર બાદ નાચગાન સાથે ગણેશજીનું મહીંસાગર નદીમાં વિસર્જન કરવામાં આવેલ હતુ્ં.