બી.ફાર્મસી કોલેજ દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરાઈ

ગોધરા,નુતન એજ્યુકેશન ટ્રસ્ટ ધ્વારા સંચાલિત બી.ફાર્મસી કોલેજ, રામપુરા એન.એસ.એસ. યુનિટ તથા ગુજરાત સ્ટેટ ફાર્મસી કોઉન્સિલ સાથે મળીને 25મી સપ્ટેમ્બર, 2023ના રોજ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેનું આયોજન કરાયું. જેમાં કોલેજ ધ્વારા રખાયેલી અલગ અલગ પ્રવુતિઓ (ફાર્મા રંગોળી, પોસ્ટર મેકિંગ, રેલી, ફાર્મા સ્ટીકર અને GIF)માં 71 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તદુપરાંત કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો એ પ્રતિજ્ઞા લીધી હતી કે ફાર્માસિસ્ટ તરીકે આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવીશું. વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણીમાં મેનેજમેન્ટ તથા ગુજરાત સ્ટેટ ફાર્મસી કોન્સિલનું મહત્વનું યોગદાન છે.