ઘોઘંબા તાલુકાની પરિણીતા પાસેથી 8 માસનુ બાળક છીનવી લઈ ધરમાંથી કાઢી મુકતા અભયમ મદદે આવી

હાલોલ, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના ગામની પરિણિતાને સાસરીમાં હેરાન કરી 8 માસના બાળકને પરિણીતા પાસેથી ખુંચવી લઈ તેને કાઢી મુકતા પરિણિતાએ 181 મહિલા અભયમની મદદ માંગતા હાલોલ અભયમ રેસ્કયુ ટીમ એ સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સિલીંગ કરી સાસરીયાઓને સામાજિક જવાબદારી અને કાયદાની જોગવાઈની માહિતી આપી પરિવારને સાચી સમજ આપતા તેઓએ પત્નિ સહિત બાળકને સાથે રાખવા સંમત થયા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના ગામની પરિણીતાના ચાર વર્ષના લગ્ન જીવન બાદ એક બાળકની માતા બની હતી. પરંતુ સાસરીમાં તુ ધરકામ બરોબર કરતી થી તેમ કહી સાસુ અને નણંદ હેરાન કરતા હતા અને પતિને ઉશ્કેરી માર મરાવતા જેથી પરિણીતા પોતાનુ 8 માસના બાળકને લઈ પોતાના પિયર આવી ગયેલ હતી. બીજા દિવસે પરિણીતાનો પતિ પિયરમાં આવીને બાળક ખુંચવી લઈ ગયો હતો. જેથી નાનુ બાળક માતા વગર રહી શકે નહિ તે માટે બાળક મેળવવા માટે પરિણીતાએ અભયમની મદદ માંગી હતી. અભયમ ટીમ તાત્કાલિક પરિણીતાના સાસરીયાઓને અસરકારતાથી સમજાવતા અને આ રીતે હેરાન કરવુ એ ધરેલુ કાયદા હેઠળ ગુનો બને છે. જેની સાચી સમજ આપતા નાનુ બાળક આપવા તૈયાર થઈ ગયા હતા. સાથે સાથે પત્નિને પણ અપનાવવા માટે સંમત થતાં પરિણીતાએ હાલોલ અભયમ ટીમનો આભાર માણ્યો હતો.