દાહોદમાં સેન્સર્સ ટેકનોલોજીથી લીકેજ શોધી પાણીનો બગાડ અટકાવાશે

દાહોદ, દાહોદની જળ વ્યવસ્થાપન અને વિતરણ વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીના વિનીયોગથી વધુ સુદ્રઢ બનશે. બોડેલી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન આ પ્રોજેકટનુ લોકાર્પણ કર્યુ હતુ. દાહોદ શહેરમાં રૂ.92.08 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વોટર સપ્લાય પ્રોજેકટ અંતર્ગત અંદાજિત 26 કિ.મી.ની લંબાઈ ધરાવતા ખુલ્લા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા ઉપરાંત 15 એમએલડી સંપ અને 11 એમએલડી એસ.આર.ના બાંધકામ કરવામાં આવ્યુ છે. આ પ્રોજેકટથી દાહોદ નગરના એક લાખ લોકોને ફાયદો થશે. આ પ્રોજેકટના સેન્ટ્રલ વોટર વર્કસ પર હાલના ડબ્લ્યુટીપી નુ રીટ્રોફિટીંગ અને વોટર મીટર વડે પાણીના થતાં વ્યયને અટકાવી શકાશે. સ્માર્ટ વોટર સિસ્ટમ વડે સ્માર્ટ એનર્જી સિસ્ટમની જેમ રીયલ ટાઈમ ડેટા એકત્રિત કરવા આ આઈઓટી સેન્સર્સના ઉપયોગ વડે ટેક્નિકલ ખામીઓને શોધી તેને રિપેર કરવામાં મદદરૂપ નીવડશે. આ ઉપરાંત સમગ્ર નેટવર્ક દરમિયાન કરતા પાણીના વિતરણ અંગેની કામગીરી, નિરીક્ષણ તેમજ પાણીની સુવિધાઓને મહત્તમ ઉપયોગી કરી શકાશે. વોટર મીટરીંગ અને એસસીએડીએ ના અમલીકરણ વડે પાઈપ લાઈનમાં થયેલી તમામ ખામીઓને દુર કરવા માટેની સુવિધા પાડવામાં આવશે.