તલાટી સુનિતાબેનના અહો કૃપા… કે બેદરકારી થી પરૂણા ગામની થઈ કરૂણા : કાલોલ તાલુકાના પરૂણા ગામના આવાસ યોજનામાં બીજો-ત્રીજો હપ્તો ન મળતા લાભાર્થીઓનો રઝળપાટ

૧૦ મહિનાથી સહાય ન આપતાં મકાનના કામ અટકાયા : ગ્રાન્ટના બહાના તળે સહાય હજુ ન અપાઈ

ગોધરા,
કાલોલ તાલુકાના પરૂણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામમાં મકાનો બની રહ્યા છે. તેવા લાભાર્થીઓને સરકાર તરફથી આવાસના બીજા અને ત્રીજા હપ્તાઓ ન મળતાં ગરીબ અને લાચાર લાભાર્થીઓને પોતાનું છત ગુમાવ્યું હોવાનું અહેસાસ થવા પામ્યો છે. વર્ષ ૨૦૨૦માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પરૂણા ગામના ૭૨ લાભાર્થીઓને આવાસ મંજુર થયેલ અને તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૦માં આવાસ દીઠ રૂ.૩૦ હજારનો પહેલો હપ્તો લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થયેલ છે. પરંતુ હાલમાં આ લાભાર્થીઓને સપ્ટેમ્બર ૨૦૨૦ પછી આવાસ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની સહાય મળેલ નથી. જેના કારણે લાભાર્થીઓને ઘર વિહોણા હોવાનો લાભાર્થીઓને વારો આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૨૨ સુધીમાં ગરીબ પ્રજાનું પોતાના સ્વપ્તનનું ઘર હોઈ તેવા ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. જીલ્લાના દરેક તાલુકામાં અનેક ગરીબ લાભાર્થીઓના આવાસ મંજુર કરવામાં પણ આવ્યા છે. અને તેમના મકાનો પણ તૈયાર થઈ ચુકયા છે. પરંતુ કાલોલ તાલુકાના પરૂણા ગામના લાભાર્થીઓની કરૂણા કંઈક અલગ જ જોવા મળી રહી છે. પરૂણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૭૨ મકાનોને ૧૦ મહિના જેટલો સમય વિતવા છતાં બીજા હપ્તાની સહાયના નાણાં લાભાર્થીઓને ન ચુકવાતા લાભાર્થીઓના મકાનોના કામ અટવાયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હઠેળ ૨૦૨૦માં પરૂણા ગામના ૭૨ લાભાર્થીઓને મકાનનો લાભ અપાયો હતો. લાભાર્થીઓને પ્રથમ હપ્તા પેટે રૂ.૩૦ હજાર પ્રમાણે ચુકવણું કરાયું હતું. પરંતુ ત્યારબાદ આ ૭૨ ગરીબ અને લાચાર લાભાર્થીઓને ૧૦ મહિનાથી તેમના મકાનની સહાયના બીજા હપ્તાની રાહ જોઈ બેઠા છે. આ લાભાર્થીઓને મકાન સહાયતા બીજા હપ્તાનું ચુકવણું હાલ સુધી થયું નથી. જેથી લાભાર્થીઓના મકાન અડધે થી અટવાયા છે. કેટલાય મકાનો છાજલી લેવલે અને ધાબા લેવલે આવી ગયા છે. તેવા લાભાર્થીઓએ વડીલો પાર્જીત પોતાનું ગરીબ મહેલ તોડી સ્વપ્તનું (પાકું મકાન) તાજમહલ ઉભો કરવા માટે જુના મહેલ માંથી નીકળેલ કાટમાળ વેચી દઇ અને ઘરના દાગીના ગીરવે કે વેચી દઈ બજાર માંથી માલ સામાન લાવ્યા છે અને થોડાક નાણાં બાકી રાખ્યા છે. તેની ઉધરાણી થતાં લાભાર્થીઓની હાલત કફોડી બની છે.

સરકાર દ્વાર કાચા મકાનો હોઈ તેવા લાભાર્થીઓને લાભ આપવામાં આવતો હોય છે. જેથી ચોમાસાના વરસાદમાં લાભાર્થી સુરક્ષીત રહે પરંતુ ગ્રાન્ટના અભાવે ચોમાસાના વરસાદમાં મકાન પૂર્ણ ન થવાથી ગરીબ લાભાર્થીઓ મુંઝવણમાં મૂકાયા છે અને પોતાનું ગરીબ મહેલ તોડી ઘરવિહોણા હોવાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રાન્ટની અછત નથી : સેજલબેન સંગાડા, કાલોલ તાલુકા વિકાસ અધિકારી.

પરૂણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના હપ્તા મળ્યા નથી. તેની પાછળનું કારણ એ છે કે, લાભાર્થીઓના બેકં ખાતાઓ આઈ.ડી.બી.આઈ. બેંકમાં ધરાવે છે અને હાલમાં આઇ.ડી.બી.આઈ.બેંક તેમજ વિજયા બેંક મર્જ બીઓબી બેંકમાં થયેલ છે. જેના કારણે પરૂણા ગામના લાભાર્થીઓના આઈ.ડી.બી.આઈ.ના ખાતા નંબરો તેમજ આઈએફસી કોડમાં ફેર બદલ થયેલ છે જેના કારણે આ લાભાર્થીઓને આવાસ સહાયના હપ્તાઓ ચુકવવામાં આવેલ નથી. જેથી તેમના નવા ખાતા નંબર થઈ જવાના કારણે જુના બેંક ખાતામાં આવાસ સહાયની ચુકવણી થયેલ નથી. આવાસ યોજનાની પુરતી ગ્રાન્ટ ઉપલબ્ધ હોવાનંું કાલોલ ટી.ડી.ઓ.એ જણાવ્યું છે.

પરૂણાના તલાટી સુનિતાબેનની ચાલતી મનમાની અને અનિયમિતતા થી ગ્રામજનોમાં રોષ

કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સુનિતાબેન ગામમાં આવી શકતા નહિ. જેના કારણે અને પાછલા ચાર-પાંચ મહિનાથી પરૂણા ગ્રામ પંચાયતમાં હાજર નહિ રહેવાના કારણે સરકાર દ્વારા લાખો રૂપીયા ખર્ચીને નવી બનાવવામાં આવેલ ગ્રામ પંચાયતની ઈમારત ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. તેમજ સુનિતાબેન તેમના પોતાના મનસ્વી વહીવટને ચલાવી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરીને ગામનો વિકાસ રૂધાતો હોવાનો આક્ષેપ પરૂણા ગામના ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે, આજ થી ચાર-પાંચ મહિના પહેલા તલાટી સુનિતાબેન ગામમાં આવેલ હતા અને આવાસોના બાકીના હપ્તાઓ આપવાનું આશ્ર્વાસન આપી જતા રહેલ હતા. ત્યાંથી આજદિન સુધી તલાટી સુનિતાબેન ગામમાં આવેલ નથી. જેના થકી ગામમાં પડતી હાલાકીનો સામનો ગ્રામજનોને પડતી હાલાકી અને મુશ્કેલીની રજુઆત કેવી રીતે અને કોણે કરવી તેની ખબર પડતી નથી. ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા ગ્રામજનોને વિવિધ યોજના માટે તેમજ બાળકોના અભ્યાસ અર્થે વયપત્રક જેવી જરૂરીયાતો ઉભી થતી હોય છે પરંતુ તલાટી સુનિતાબેન પંચાયતમાં આવતાં નથી અને ગ્રામજનોને બેઢીયા અથવા કાલોલ તાલુકા પંચાયત સુધી લાંબા થઈને તલાટીને મળવું પડે છે. આથી વિશેષમાં ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તલાટી સુનિતાબેન દ્વારા પ‚ણા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી આવાસના હપ્તા નાખવા માટે એક લાભાર્થી દીઠ ૨૦૦૦ થી ૫૦૦૦ રૂપીયા લીધા છે. તેમ છતાં લાભાર્થી આવાસ હપ્તા બાબતે તલાટી સાથે વાતચીત કરે તો ઉદ્દતાઈભર્યું વર્તન કરે છે અને લાભાથીૃને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગુજરાત સરકાર પાસે ગ્રાન્ટ નથી. તેવા જવાબ આપીને છટક બારી કરતાં હોવાનું લાભર્થીઓ જણાવી રહ્યા છે. આવા ભ્રષ્ટાચાર અને મનસ્વી વર્તન કરવા ટેવાયેલા સુનિતાબેન જેવા તલાટીઓના વર્તનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધી ગરીબ પ્રજાનું પોતાના સ્વપ્તનું ઘર હોય તેવા ઉદ્દેશને લાંચન લાગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં કેટલાક તલાટીઓ સામે વારંવાર અનિયમિતતા માટે તલાટીની ફરિયાદ ઉઠતી આવી છે. તેમ છતાં આજદિન સુધી બેદરકારી દાખવતા અને પ્રજાના કામો ટલ્લે ચડાવતા એકપણ તલાટી કમ મંત્રી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. સત્તાધારી પક્ષના નેતાઓની છત્રછાયાના કારણે બેફામ બનેલા આવા તલાટીઓ સામે વિકાસ કમિશ્ર્નર દ્વારા કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે. ત્યારે જોવાનું રહયું કે પરૂણા ગામના તલાટી સામે ઉચ્ચઅધિકારીઓ સુનિતાબેનની કાર્ય પદ્ધતિઓની નિષ્પક્ષ તપાસ કરી કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું.

તલાટી સુનિતાબેનનું મનસ્વી દર્શાવતું વાતોનું એક નમૂનો …

લાભાર્થી અને તલાટી સુનિતાબેન વચ્ચે મોબાઈલ પર આવાસના નાણાં માટે થયેલ વાતચીતના અંશો….

  • લાભાર્થી : હલ્લો, સુનિતા મેડમ બોલો
  • તલાટી : હા, બોલો..
  • લાભાર્થી : હું પરૂણા થી બોલું… હલ્લો..
  • તલાટી : હાં.. બોલો
  • લાભાર્થી : આપણે ત્યાં આવાસનું શું કરવાના છે… કો તો ખબર પડે..
  • તલાટી : તમારે શું કરવું છે.. તે કહો તો અમને ખબર પડે…
  • લાભાર્થી : તમે પૈસા લીધા છે બરાબર તો હપ્તા કેમ આવતા નથી… એમ મને કહો, અમારા ઘર ખુલ્લા પડયા છે.
  • તલાટી : એક વાત કહું સરકારમાં ગ્રાન્ટ જ નથી. મેં ઘરમાં નથી ઘાલી રાખ્યા પૈસા કે કોઈ અધિકારીએ નથી મૂકી રાખ્યા પૈસા ઓન લાઈન આવશે તો જ તમારા ખાતામાં પડવાના છે અને આપડા એકલા કાલોલની જ વાત નથી. ગુજરાતમાં જ ગ્રાન્ટ નથી આ વસ્તુની..
  • લાભાર્થી : હલ્લો… તમે પૈસા લીધા છે પહેલા બેવાર શેના લીધા પછી …
  • તલાટી (ઉશ્કેરાટમાં) : હું મારા ઘરમાંથી ચુકવીશ એમ કહીને લીધેલા ?
  • લાભાર્થી : મજુરી લેખે પણ ૧૫૦૦ રૂપીયા લીધા આખા ગામના ઘરો એમને એમ જ પડયા છે… બરાબર તેના જવાબદાર કોણ…
  • તલાટી : હું શુકવારે જોવા આવી જઈશ..
  • લાભાર્થી : શુક્ર-શનિ તમે કયારે આવ્યા..
  • તલાટી : શુક્રવારે જોવા આવી જઈશ એમ બોલુ છુ
  • લાભાર્થી : હલ્લો… તમારે અહીંયા પંચાયત પર આવીને કેટલો કામ થયો એમ કહો…
  • તલાટી : શું ?
  • લાભાર્થી : પંચાયત પર આવે કેટલો ટાઈમ થયો તમારે…
  • તલાટી : હું આવીશ તો તમારી ગ્રાન્ટ આવી જશે એવું છે ?
  • લાભાર્થી : એવું નથી.. તમે આજે પણ નથી આવ્યા…
  • તલાટી : હું રજા પર છું. મારા સામાજીક કામ માટે રજા રિપોર્ટ મૂકી છે.