જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટએટેક આવ્યો,મિનિટોમાં જ મોત

જામનગરમાં હાર્ટ અટેકથી 19 વર્ષીય યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય વિનિત કુંવરીયાનું હાર્ટ અટેકથી મોત થયું હતું. પટેલ પાર્ક વિસ્તારના ગરબા ક્લાસમાં આ ઘટના બની હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા વિનીત કુંવરિયા નામના યુવકને ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનન મોતને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

તાજેતરના દિવસોમાં ગુજરાતમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓમાં વધારો થયો છે.  તાજેતરમાં જ રાજકોટમાં ત્રણ વ્યક્તિના હાર્ટ અટેકથી મોત થયા હતા તો બીજી તરફ સુરત, જૂનાગઢ, ભાવનગર અને મોરબીમાં એક એક વ્યક્તિનું મોત થયું હતુ. નાની ઉંમરે સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે.

આ મહિનામાં જ જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પરિજન દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રિની પ્રેક્ટિસ દરમિયાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને હોસ્પિટલો ખસેડાયો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.