
મુંબઇ, એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે. જેમાં ૨ ગોલ્ડ મેડલ છે. ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ૧૭ વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી આઇએલસીએ-૪ ઇવેન્ટમાં ૧૧ રેસમાં કુલ ૨૭ પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબૂનજાને ૧૬ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપોરની કેઈરા મેરી કાર્લાઈલે ૨૮ પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે અત્યાર સુધીમાં ૨ ગોલ્ડ સહિત એક ડઝન મેડલ જીત્યા છે
મેહુલી ઘોષ, આશી ચોક્સે અને રમિતા જિંદાલ – ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ ૮ ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ – મહિલા ૧૦ મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્ર્વર્ય તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ ૪ (રોઇંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડૂપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
ઐશ્ર્વર્ય પ્રતાપ સિંહ તોમર – પુરુષોની ૧૦ મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
મહિલા ક્રિકેટ ટીમ: ગોલ્ડ
નેહા ઠાકુર સેલિંગ (ડીંગી આઇએલસીએ-૪ ઇવેન્ટ): સિલ્વર