૪૫મી બેંક ઓફ અમેરિકા શિકાગો મેરેથોન ૮ ઓક્ટોબરે યોજાશે.

શિકાગો (Chicago) મેરેથોન 8મી ઓકટોબર 2023ના રોજ પરત ફરશે. આ વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ઝડપી મેરેથોનમાં એક છે. જ્યાં 45,000 દોડવીરો (Runner) ભાગ લેવા માટે દર વર્ષે ભાગ લે છે. કોર્સની આસપાસ દરેક ખૂણા પર ચાહકો દોડવીરોને ઉત્સાહિત કરવા અને ટેકો આપવા ઉપસ્થિત હોય છે. દોડવીરોના ઉત્સાહને વધારવા મેરેથોન (Marathon) માર્ગની આસપાસ લાઈવ બેન્ડ્સ પણ પરફોર્મ કરતા હોય છે

બેંક ઓફ અમેરિકા શિકાગો મેરેથોન એ વિશ્વની શ્રેષ્ઠ અને સૌથી ઝડપી મેરેથોન પૈકી એક છે જે સમગ્ર શહેરને કવર કરે છે. શિકાગો મેરેથોન છ વર્લ્ડ મેરેથોન મેજર્સમાંની એક છે. આ વર્ષે તે 8 ઓક્ટોબર રવિવારે યોજાશે. જેમાં 47 હજારથી વધુ લોકો ભાગ લેશે એવું માનવામાં આવી રહ્યું છે.

બેંક ઓફ અમેરિકા શિકાગો મેરેથોન 2023 ઈતિહાસમાં સૌથી મોટી મેરેથોન બનશે અને નવો રેકોર્ડ્સ બનાવશે. આવતા મહિને યોજાનાર મેરેથોનમાં એથ્લેટ્સની 26.2 માઇલનો મેરેથોન કોર્સ હશે અને 47,000 થી વધુ લોકોએ દોડવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ વર્ષે 45મી બેંક ઓફ અમેરિકા શિકાગો મેરેથોન યોજાશે. શિકાગો મેરેથોન સ્ટાર્ટ લાઈન ગ્રાન્ટ પાર્કમાં કોલંબસ ડ્રાઈવ અને મનરો સ્ટ્રીટ નક્કી કરવાં આવી છે. જ્યારે સમાપ્તિ રેખા (Finishing Line) બાલ્બો ડ્રાઇવની દક્ષિણે કોલંબસ ડ્રાઈવ પર ગ્રાન્ટ પાર્કમાં રાખવામાં આવશે. દર્શકોને ફિનિશ લાઈન પર દોડવીરોનું અભિવાદન કરવાની મંજૂરી નથી, પરંતુ તેઓ બેંક ઓફ અમેરિકા ચીયર ઝોનમાં હાજર રહી દોડવીરોના ઉત્સાહને વધારી શકશે.

NBC 5 શિકાગો, ટેલિમુન્ડો શિકાગો અને NBC સ્પોર્ટ્સ શિકાગો 2023 શિકાગો મેરેથોનનું અંગ્રેજી અને સ્પેનિશમાં લાઇવ કવરેજ અને સ્ટ્રીમિંગ ઓફર કરશે. લાઈવ બ્રોડકાસ્ટ્સ સવારે 7 થી 11 વાગ્યા સુધી પ્રસારિત થશે અને લાઈવસ્ટ્રીમ્સ nbcchicago.com, nbcsportschicago.com અને telemundochicago.com પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.