નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ વર્તાઈ રહ્યો છે અને કેટલાક દેશોમાં તો હજુ પણ આ મહામારી ની ચપેટમાં આવી રહ્યા છે, આ દરમિયાન, નિષ્ણાતો નવી રોગચાળાના આગમનનો ડર સેવી રહ્યા છે, જે કોવિડ -૧૯ કરતા ૭ ગણો વધુ ખતરનાક હોઈ શકે છે અને તેના કારણે ઓછામાં ઓછા ૫ કરોડ લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ તેને ડિસીઝ એક્સ નામ આપ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ને ડર છે કે એક નવો રોગચાળો ઓન ધ વે છે અને કોવિડ -૧૯ કરતા વધુ ઘાતક હોઈ શકે છે. ડેઇલીમેલના અહેવાલ મુજબ, નિષ્ણાતોએ રોગ એકસ વિશે ચેતવણી આપી છે અને કહ્યું છે કે કોવિડ -૧૯ એ મહામારીની માત્ર શરૂઆત છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ ડેમ કેટ બિંઘમે લોકોને ચેતવણી આપી છે કે જો આ રોગ મહામારીનું સ્વરૂપ લે છે તો તેના કારણે ઓછામાં ઓછા ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ સાથે, તેણે એમ પણ કહ્યું કે તેની સાથે વ્યવહાર કરવો એક મોટો પડકાર બની શકે છે, કારણ કે તે કોવિડ -૧૯ કરતા વધુ ઘાતક છે.
કેટ બિંઘમે કહ્યું છે કે રોગ એકસ કોરોના વાયરસ કરતા ૭ ગણો વધુ ખતરનાક હોઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે આગામી મહામારી પૃથ્વી પર હાજર કોઈપણ વાયરસથી જ આવી શકે છે. તેમણે કહ્યું કે વર્ષ ૧૯૧૮-૧૯માં એક રોગચાળો હતો, જે પહેલાથી અસ્તિત્વમાં રહેલા વાયરસને કારણે થયો હતો. તે સમયે વિશ્ર્વભરમાં ૫ કરોડથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેટ બિંઘમે વધુમાં કહ્યું કે વૈજ્ઞાનિકો વાયરસ વિશે માહિતી એકત્ર કરી રહ્યા છે.