લુણાવાડા આદર્શ સ્કુલે કોરોનાકાળમાં બાળકોને શાળા એ મોકલતા નોટીસ અપાઈ

લુણાવાડા,
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ આદર્શ સ્કૂલ દ્વારા કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી બાળકોને છેલ્લા કેટલાય દિવસો થી સ્કૂલમાં અભ્યાસ અર્થે બોલાવવામાં આવતા આદર્શ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકાર વામાં આવી છે.

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ખાનગી આદર્શ સ્કૂલના સંચાલક દ્વારા કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા શિક્ષણ અધિકારી એ ઝડપી પાડ્યા છે. આવા કોરોના કપરા કાળમાં સરકારનો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી અભ્યાસ કરવામાં આવે ત્યારે આદર્શ સ્કૂલ દ્વારા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવીને શિક્ષક અભ્યાસ કરાવતા શિક્ષણ અધિકારી એ ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસો થી આદર્શ સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલમાં બોલાવી શિક્ષણ આપતા હતા. ત્યારે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે અતિ જોખમ રૂપ હોવા છતાં પણ આદર્શ સ્કૂલના સંચાલક મોટી મોટી ફી લેવા બાળકો ના જીવ જોખમમાં મૂક્યાં છે. ત્યારે શિક્ષણ અધિકારી એ બાતમીના આધારે આદર્શ સ્કૂલમાં રેડ કરી મળી આવેલ બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકના ફોટા પાડી આદર્શ સ્કૂલને કારણ દર્શક નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સચિવ ગાંધીનગર અને કમિશનર ગાંધીનગર ને મોકલી આપવામાં આવી છે ત્યારે હવે બાળકો ના જીવ જોખમ માં મુકનાર આદર્શ સ્કૂલ ના સંચાલક પર સુ કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહયું.