ફતેપુરા,
ફતેપુરા તાલુકામાં વર્ષોથી ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા હિંદુ ધર્મના લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા હોવાની બૂમો ઉઠવા પામેલ છે.જેમાં મોટાનટવા ગામે ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની મંજૂરી આપી ન હોવા છતાં ગેરકાયદેસર ચર્ચનું બાંધકામ થતું હોવા બાબતે તેમજ સ્થાનિક લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવાતુ હોવા બાબતે મોટાનટવાના ગ્રામજનોએ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપ્યુ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધર્મના લોકોને લોભ લાલચ આપી દવા વિના દુઆથી બીમારી દૂર કરવા તથા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારના બાળકોને મફત શિક્ષણ આપવા તેમજ ખ્રિસ્તી ધર્મ અપનાવનારા લોકોને વિવિધ લાભો આપવાના બહાને ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવાતુ હોવા બાબતે ફતેપુરા મામલતદારને મોટાનટવા ગ્રામજનોએ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, મોટાનટવા ગ્રામ પંચાયત દ્વારા સર્ચ બાંધકામ માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરી ખ્રિસ્તી અનુયાયીઓ મનસ્વીપણે લોકોને ખિસ્તી ધર્મ તરફ આકર્ષી રહ્યા છે.તેમજ ગેરકાયદેસર થતા ચર્ચના બાંધકામને તાત્કાલિક અટકાવવા પણ ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ભારતના નાગરિક ને કોઈપણ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવેલ છે. પરંતુ કોઈના ધર્મને ખંડિત કરી લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી શકાતું નથીતે નિર્વિવાદ બાબત છે.તેમ છતાં ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા ગરીબ,અભણ લોકોને લોભ લાલચ આપી તેમજ કોઈપણ જાતની બીમારી દવા વગર દુઆથી દુર કરવાની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે તાલુકામાં જે લોકો હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય તેઓની નોંધ તાલુકા કક્ષાએ હોવી જરૂરી છે.તેમજ તેમને હાલ જે અનુસુચિત જન જાતિ અથવા અનુસૂચિત જાતિના લાભો મેળવી રહ્યા છે તેની પણ તપાસ થવી જરૂરી છે.તે સાથે અનેક લોકો કે જેઓએ ધર્મ અંગીકાર કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય તેમના બાળકોના સર્ટિફિકેટમાં હાલ હિન્દુ હોવા બાબતે ઉલ્લેખ કરવામાં આવે છે.તેમાં પણ ફેરફાર કરવો જરૂરી છે.