પ્રિયંકા ચોપરાના સાસરિયાંમાં ઝઘડો! જેઠાણીએ જેઠ પર લગાવ્યા આરોપ, જો જોનાસ અને સોફી ટર્નર વચ્ચે વધ્યો વિવાદ

પ્રિયંકા ચોપરાના સાસરિયાંમાં આ દિવસોમાં વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ પ્રિયંકાની ભાભી સોફી ટર્નર અને જો જોનાસે તેમના અલગ થવાના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ 6 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ અલગ થઈ રહ્યા છે. 

જો જોનાસ અને સોફી ટર્નરના છૂટાછેડાની વાર્તા હવે નવા વળાંક પર પહોંચી છે. એક અહેવાલ અનુસાર સોફી ટર્નરે તેના પતિ જો જોનાસ પર તેમની બે પુત્રીઓની “ખોટી કસ્ટડી” કરવાનો આરોપ મૂક્યો છે અને તેના પતિ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે. સોફીએ તેના બોયફ્રેન્ડ જો જોનાસ પર 3 વર્ષની વેલા અને તેમની 14 મહિનાની બીજી પુત્રીના પાસપોર્ટ રાખવાનો આરોપ મૂક્યો હતો. સોફીએ જૉ પર દીકરીઓને જાણ કર્યા વિના ખોટી રીતે પોતાની સાથે રાખવાનો આરોપ લગાવ્યો છે અને બંને દીકરીઓને તાત્કાલિક પરત કરવાની માંગ કરી છે.

દાખલ કરાયેલા મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે, ‘પિતાએ બાળકોને ઈંગ્લેન્ડ પરત ફરતા અટકાવ્યા છે, જે અંગ્રેજી કાયદા હેઠળ માતાના અધિકારોનું ઉલ્લંઘન છે, ઈંગ્લેન્ડ બાળકોનું હકનું ઘર છે.’ મુકદ્દમા મુજબ સોફી ટર્નરનો આરોપ છે કે જ્યારે તે 17 સપ્ટેમ્બરના રોજ બાળકોને લેવા માટે પહોંચી ત્યારે જોએ તેમને જવા દેવાનો ઇનકાર કર્યો હતો. તેમની પાસે તેમના બાળકોના પાસપોર્ટ પણ છે. લગ્નના ચાર વર્ષ બાદ સોફી અને જોએ 5 સપ્ટેમ્બરે છૂટાછેડા માટે અરજી કરી હતી. જો કે બંનેએ તેમના અલગ થવા પાછળના કારણો અંગે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ ઘણી વસ્તુઓ ઓનલાઈન કહેવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર જો જોનાસ તેની બીજી પ્રેગ્નેન્સી પછી સોફીને સાથ આપતો ન હતો. તેણી તેના બાળકો સાથે ઘરે રહેવા માંગતી હતી, પરંતુ જોએ આગ્રહ કર્યો કે તેણી પણ તેમની સાથે બહાર જાય. જૉ તેના ભાઈઓ નિક અને કેવિન સાથે સમગ્ર અમેરિકામાં જોનાસ બ્રધર્સ કોન્સર્ટ પ્રવાસમાં વ્યસ્ત હતો, ત્યારે સોફી બ્રિટિશ સીરિઝ ‘જોન’ના શૂટિંગમાં વ્યસ્ત હતી.

બીજી તરફ, સોફી યુકેમાં ‘જોન’ ના સેટ પર ધૂમ્રપાન કરતી અને સહ અભિનેતા ફ્રેન્ક ડિલેનને કિસ કરતી જોવા મળી હતી. અમેરિકા પરત ફરતી વખતે જૉ તેની એક્સ ગર્લફ્રેન્ડ ટેલર સ્વિફ્ટ સાથે હેંગઆઉટ કરતો જોવા મળ્યો હતો.