
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની આતંકવાદી કાર્યર્ક્તા સાથે કથિત સંબંધોના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જી હા.. જમ્મુ અને કાશ્મીરની સ્થાનિક કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ ધરપકડ કરાયેલા નાયબ પોલીસ અધિક્ષકનું નામ શેખ આદિલ મુશ્તાક છે. જેના પર આતંકવાદી ઓપરેટિવને ધરપકડથી બચવામાં મદદ કરવાનો અને તેની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીને ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. અધિકારીઓએ આ માહિતી આપી.
જાણકારી અનુસાર, શેખ આદિલની બુધવારે નૌગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધરપકડ કરી હતી. ભ્રષ્ટાચાર સહિતના અનેક આરોપોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને શ્રીનગરના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેણે તેને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.માહિતી અનુસાર જુલાઈમાં ધરપકડ કરાયેલા આતંકવાદી આરોપીના ફોનની તપાસમાં જાણવા મળ્યું છે કે આદિલ મુશ્તાક આતંકવાદી કાર્યકરના સતત સંપર્કમાં હતો. તેણે કથિત રીતે તેને કાયદાથી બચવાનો રસ્તો પણ જણાવ્યો હતો. આદિલ મુશ્તાક ટેલિગ્રામ એપ પર આરોપી સાથે વાતચીત અને ચેટ કરતો હતો. તપાસ પર દેખરેખ રાખતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આતંકવાદી આરોપી અને નાયબ પોલીસ અધિક્ષક વચ્ચે ઓછામાં ઓછા ૪૦ કોલ આવ્યા છે.
તેઓ ધરપકડથી બચવા અને કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસે ટેકનિકલ પુરાવા અને પૈસાની લેવડ-દેવડના આધારે અધિકારી વિરુદ્ધ મજબૂત કેસ કર્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, “તે આતંકવાદી આરોપીઓને કેવી રીતે મદદ કરી રહ્યો હતો તેના મજબૂત પુરાવા છે. આ સાથે આદિલે એક પોલીસ અધિકારીને પણ ફસાવવાનો પ્રયાસ કર્યો હતો જે ટેરર ??ફંડિંગના કેસની તપાસ કરી રહ્યા હતા. “તેમણે કહ્યું, “ડેપ્યુટી. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તપાસ અધિકારીને ટેરર ફંડિંગ કેસમાં ફસાવવા માટે આતંકવાદી આરોપી વતી ખોટી ફરિયાદ પણ તૈયાર કરી હતી, જેમાં ફેબ્રુઆરીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને એક ભાગી ગયો હતો.”
પોલીસનું કહેવું છે કે આદિલ મુશ્તાકે આરોપી પાસેથી ૫ લાખ રૂપિયા લીધા હતા. તે મુઝમ્મિલ ઝહૂર સાથે પણ ગાઢ સંપર્કમાં હતો, જેણે ન્ઈ્ના નાણાંનું સંચાલન કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને સોપોરમાં બેંક ખાતું ખોલાવ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આદિલ સામેના ગુનાઓને ગંભીરતાથી લઈને પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીની અયક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું હતું કે, “મામલાની ગંભીરતાને જોતા, વિશેષ તપાસ આ મામલાની તપાસ માટે સાઉથ સિટીમાં ટીમની રચના કરવામાં આવી છે.પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે.