પાટણ આરટીઓમાં પાર્કિંગ બોક્સમાં સેન્સર કામ ન કરતાં લાયસન્સ માટે ફોર વ્હિલરના ટેસ્ટ બંધ

પાટણ, પાટણ આરટીઓ કચેરીમાં ડ્રાઈવિગ લાયસન્સ માટે વાહન ટેસ્ટ માટે કારના બોક્સ પાર્કિંગમાં સેન્સર કાન કરતાં ટેસ્ટ બંધ કરાયા છે અને ટુ વ્હીલરનો ટેસ્ટ રાબેતા મુજબ લેવાય છે.પાટણ આરટીઓ કચેરી ખાતે વાહન ટ્રેક પર ફોર વ્હિલર અને ટુ વ્હિલરનો ટેસ્ટ આપવા માટે ૧૫૦થી વધુ અરજદારો આવતા હોય છે પણ સોમવારે બપોર પછી કાર ટેસ્ટમાં આવતા પાર્કિંગ બોક્સમાં આરએફઆઈની સેન્સર કામ ન કરતાં ક્ષતિ સર્જાતાં ટેસ્ટ વ્યવસ્થા ખોવાઈ હતી. હાલમાં ફોર વ્હિલરના ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે.

જ્યાં સુધી ટેકનિશિયન બોલાવી બોક્સ પાર્કિંગની ક્ષતિ દૂર નહીં થાય ત્યાં સુધી કારના ટેસ્ટ બંધ રખાશે. પણ ટુવ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ લેવાના ચાલુ છે. ટુ વ્હીલ ફોર વ્હિલર બંધને એપાર્ટમેન્ટ ઓનલાઈન એક્સાથે લેવાતી હોય એપોઇન્ટમેન્ટ સ્થગિત કરી શકાતી નથી એટલે તમામ અરજદારોને અખબાર માધ્યમથી સૂચિત કર્યા છે તેમ એ આરટીઓ જે.જે.ચૌધરીએ જણાવ્યું હતું.