દાહોદના પુંસરી ગામે ટ્રેકટરને અડફેેટે બાઈક ચાલકનુ મોત

દાહોદ, દાહોદ તાલુકાના પુંસરી ગામે એક ટ્રેકટરના ચાલકે એક બાઈકના ચાલકને અડફેટમાં લેતા બાઈકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

પુંસરી ગામે ઈન્દોૈર હાઈવે પર એક ટ્રેકટરના ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઈક પસાર થતાં આકાશભાઈ કરણસિંહ કળમી(રહે.ચંદવાણા, કળમી ફળિયા, તા.જિ.દાહોદ)ને ટકકર મારતા આકાશભાઈ બાઈક પરથી જમીન પર પટકાયા હતા. જેને પગલે આકાશભાઈને જીવલેણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ. આ સંબંધે દાહોદ તાલુકાના ચંદવાણા ગામે કળમી ફળિયામાં રહેતા આશિષકુમાર કરણસિંહ કળમીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.