ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ લોકસભામાં પાસ થતા ઉજવણી કરાઈ

ઝાલોદ,ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં મંગળવારથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ હતો. નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવેલ હતું. આ બિલને વડાપ્રધાન દ્વારા નારી શક્તિ વંદન કાયદો નામ આપેલ હતું. આ બિલને નવાં સંસદ ભવનમાં મુકાતા જ સર્વ સાંસદો દ્વારા સર્વ સંમતિ થી આ કાયદો પાસ કરવામાં આવેલ હતો. આ બિલ પાસ થતા જ દેશભરની મહિલાઓ દ્વારા આ બિલ પાસ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

ઝાલોદ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિ વંદન બિલને વધાવી લેતા તેની ઉજવણી બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે કરવામાં આવી હતી. ભારતીય મહિલાઓ માટે સંસદમાં વડાપ્રધાન દ્વારા નારીને સન્માન આપે તેવો કાયદો બનાવાતા ફટાકડા ફોડીને આ બિલને મહિલા મોરચા દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. ઝાલોદ શહેર મહિલા મોરચા દ્વારા આભાર અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવેલ હતો અને ભાજપ મહિલા મોરચા દ્વારા નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા. સાથે-સાથે ભાજપ મહિલા મોરચા દ્વારા રામસાગર તળાવમાં સારા વરસાદને લઈ નવું નીર આવતા તેના પૂજન અર્ચન કરી વધામણાં કરવામાં આવેલ હતુ.