ગોધરા, ભારત સરકાર યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકામાં ‘મેરી મીટી-મેરા દેશ’કાર્યક્રમનાં બીજા ચરણમાં અમૃત કળશ યાત્રા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ગામોમાં ઘરે ઘરે જાગૃતી ભાગરૂપે રેલી કાઢી માટી અને ચોખા કળશ લઈને આગામી દિવસોમાં દિલ્લી શહેરમાં અમૃતવાટિકા નિર્માણ થનાર માટે મોકલી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવક/મહિલા મંડળો, યુવાનો, રાષ્ટ્રીય સેવા કર્મીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં જોડાવવા માટે જીલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ અનુરોધ કર્યો હતો.