વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાની વીજ ચોરી : MGVCLએ બોલાવ્યો સપાટો

વેજલપુર,
કાલોલ તાલુકાના વેજલપુર ગામના MGVCL ના અધિકારીઓમાં મચી દોડ ધામ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા લાખો ‚પિયાની વિજ પુરવઠાની ચોરી કરવામાં આવે છે અને વેજલપુર ગામના MGVCLના અધિકારી ઓને તમામ પ્રકારની જાણકારી હોવા છતા વેજલપુર MGVCL ના અધિકારી દ્વારા ગ્રામ પંચાયત સામે કોઈપણ પ્રકારની એકશન લેવામાં આવતી ન હોવાથી વેજલપુર ગામના નાગરિક દ્વારા પીજી પોર્ટલ ઉપર ફરિયાદ કરવામા આવી છે

વેજલપુર ગ્રામ પંચાયતના દ્વારા અનેક વિસ્તારોમાં સ્ટેટ લાઈટની અલગ લાઈન વગર વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા MGVCL દ્વારા વીજ ધારકોને આપવામાં આવતો વીજ પુરવઠાની લાઈન માંથી ડાયરેક લંગર મારીને સ્વીચ લટકાવી ને આખી રાત સ્ટેટ લાઈટો ચલાવવામાં આવે છે. જેથી આખા ગામના લોકોનું વીજનું બિલ વધારે આવે છે. તેવા આક્ષેપો સાથે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. જેથી અરજદાર એ પીજી પોર્ટલ ઉપર ફરિયાદ કરવામા આવી હતી અને વડોદરાની ટીમ દ્વારા તપાસ ની માંગની કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેથી વડોદરાની ટીમની બદલે વેજલપુર MGVCLના અધિકારીઓમાં મચી હતી. દોડ ધામ અને વેજલપુર ગામના તમામ વીજ પોલ ઉપર થી ડાયરેક સ્વીચ લટકાવીને ચાલતી તમામ સ્ટેટ લાઈટ ઉતારી લેવામા આવી છે. જેથી ઘણા વર્ષોથી ચાલતી વીજ પુરવઠાની ચોરીનો પર્દાફાશ થયો છે. જેથી વેજલપુર ગામના MGVCLના અધિકારીઓની બેદરકારી સામે આવી છે અને જેના કારણે ગ્રામજનોને અંધકારમાં રેહવાનો વારો આવયો છે અને વેજલપુર ગામમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બનસે તેવું લાગી રહયુ છે. તેથી હવે જોવું રહયું કે, વેજલપુર ગામમા ગ્રામ પંચાયત દ્વારા ચાલતો વીજ ચોરીનો કેટલાક વર્ષોથી ચાલતો વીજ પુરવઠાની ચોરીનો વેજલપુરના MGVCL કેટલાક અને કેટલાક વર્ષોનો દંડ વસુલાત કરશે કે પછી આટલા વર્ષો થી ખૠટઈકના જવાબદાર અધિકારીઓ જેરીતે ગ્રામ પંચાયતને આશીર્વાદ આપતા હતા. તેજ રીતે આશીર્વાદ આપશે કે પછી ગ્રામ પંચાયત સામે લાલ આંખ કરી દંડ વસુલશે તે જોવું રહયું.