હજુ તો દબાણનો વિવાદ શમ્યો નથી ત્યારે વધુ એક કારનામું : વેજલપુર કે.કે.હાઇસ્કુલે ચાલુ અભ્યાસક્રમના પાઠય પુસ્તકો પસ્તીમાં પધરાવી દેતા બુદ્ધિની ભોપાળાનું પ્રદર્શન કર્યું

  • વાન ભરીને આચાર્ય શિક્ષક દ્વારા ગોધરામાં લવાયેલું પસ્તી સાહિત્ય વેચાયુંં.
  • ત્યારે ખરેખર લાભાર્થી વિદ્યાર્થીઓને લાભ વિતરણ કર્યો છે કે કેમ તે તપાસ માંંગી લેતો પ્રશ્ર્ન છે.
  • જો ખરેખર નોંધાયેલી સંખ્યા આધારે પુસ્તકોનો લાભ આપ્યો હોય તો આ બચત કે વણવપરાયેલ કઈ રીતે રહી.
  • જો લાયબ્રેરીમાં આ પુસ્તકો સંગ્રહિત કર્યા હોત તો વિદ્યાર્થીઓને અભ્યાસમાંં મદદરૂપ થઈને સરકારનો મફત આપવાનો અભિગમ લેખે લાગતો.

ગોધરા,વેજલપુરની કે.કે.હાઇસ્કુલનો કોઈને કોઈ કારણોસર વિવાદમાં સપડાયેલ ગજગ્રાહ અટકવાનું નામ લેતું નથી. અગાઉ ગેરકાયદેસર દબાણ બાદ હવે ચાલુ અભ્યાસક્રમના આધારીત સરકારી પાઠય પુસ્તકો અને નોટબુકસ બિલ્લીપગે વાન ભરીને ગોધરા ભંગાર ભંંડારમાં બારોબાર વેચી દેતા બુદ્ધિનું ભોપાળુંંનું પ્રદર્શન કર્યુ હોવાની ચર્ચાઓએ જોર પકડતા ખરેખર આ ઉપયોગ હતા કે, નાશપાત્ર તથા આ અંગેની જરૂરી નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરવામાંં આવી છે કે કેમ ? તો પછી તુવેરો ભેગી ઇયળો બફાઇ છે કે કેમ ? એ સક્ષમ અધિકારી દ્વારા તપાસનો વિષય બન્યો છે.

કાલોલ તાલુકામાં આવેલી વેજલપુરની કે.કે.હાઈસ્કુલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવાની સાથે સ્થાનિક તથા આસપાસના બાળકો માટે આર્શીવાદરૂપ છે. અને તાલુકામાં નામના ધરાવે છે. પરંતુ કે.કે.હાઇસ્કુલના ચોકકસ સંંચાલકો દ્વારા યેનકેન પ્રકારે કામગીરી કરીને જાતે વિવાદમાં સપડાતા હોવાનું જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન જાહેર ઉકરડા અને રમત ગમતના મેદાન માટે કેટલોક ક્ષેત્રફળ ભાગ ઠરાવ કરીને ફાળવવામાં આવેલ છે. પરંતુ આ કે.કે.હાઇસ્કુલ દ્વારા કોઈપણ જાતની સક્ષમ અધિકારીની મંજુરી મેળવ્યા વિના ગેરકાયદેસર કબ્જો ધારણ કરીને બાંધકામ સાથે દબાણ આચરવાના મુદ્દાને લઈને વિવાદ વધુ વકરતો જતા છેવટે ગ્રામ પંચાયત દ્વારા કે.કે.હાઈસ્કુલને જરૂરી મંજુરીના દસ્તાવેજો રજુ કરવાનું નોટીસ પાઠવીને ફરમાન જાહેર કરવામાં આવતાં સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. આ પ્રકરણની હજુ શાહી સુકાઇ નથી. ત્યારે વધુ એક પસ્તી કૌભાંડરૂપ બહાર આવતાં પ્રજામાં તરેહતરેહની ચર્ચાઓ જગાવી છે. કારણ કે, કે.કે.હાઈસ્કુલના આચાર્ય શિક્ષક દ્વારા મારૂતીવાન નંબર જીજે.17.એન.0418 ભરીને બિલ્લીપગે કોઈપણને ખબર ન પડે તે રીતે ગોધરા તરફ હંકારી મૂકી હતી. મારૂતીમાં પાઠય પુસ્તકો તથા નોટબુક સહિતના સાહિત્ય ખીચોખીચ ભરીને ગોધરા શહેરના પ્રવેશ દ્વાર પાસેની એક પસ્તી ભંડાર પાસે પાર્ક કરીને કોઈ જોઈના જાય તે પ્રમાણે ઝડપભેર લઈ જવામાં આવેલ પસ્તીના જથ્થાને ઉતારીને સીધા વજન કાંટા ઉપર મૂકી દેવામાં આવતાં હતા અને ગણતરીની મીનીટોમાંં વજનદાર સાહિત્યનું વજન અને તેના પ્રમાણેના ભાવ ગણીને આંખના પલકારામાં સ્ટાફ રફુચકકર થઈ ગયો હતો. ત્યારે મહત્વની વાત એ છે કે, ખરેખર સાહિત્ય પસ્તી પાત્ર હતું કે સંગ્રહ હતું તે બાબતે પ્રશ્ર્નાર્થ સર્જાઈને તપાસનો વિષય બન્યો છે. પ્રજામાં ચર્ચાતી ચર્ચાઓ મુજબ આ કે.કે.હાઈસ્કુલમાં મોટી સંંખ્યામાંં વિદ્યાર્થીઓ ભણતા હોવાથી રોજેરોજ જુદા જુદા પ્રકારનું મુદ્રીત સાહિત્ય એકત્રિત થતુંં રહે છે. અહીં દિનપ્રતિદિન આવા વપરાયેલા અને વણવપરાશ પાઠય પુસ્તકો તેવી રીતે વહિવટી કામગીરીમાં વપરાતા જરૂરી કાગળો તથા પરીક્ષાની જવાબપોથીઓ સહિતના અન્ય સાહિત્ય ભેગું થતુંં રહે છે. પરંતુ સરકાર દ્વારા ચોકકસ નીતિનિયમો મુજબ આવા સાહિત્યને વર્ગીકૃત કરીને નાશપાત્ર અને સંગ્રહપાત્ર એમ વિભાગ પાડી દેવાના હોય છે. ત્યારે આ નિયમનો અનુસરવામાં આવ્યું છે કે કેમ આ બાબતે શંકા ઉપજાવે તેમ છે.

સરકારના નિયમ પ્રમાણે નોંધાયેલ વિદ્યાર્થી સંખ્યા આધારે મફત પાઠય પુસ્તકો દર વર્ષે ફાળવવામાં આવે છે અને શૈક્ષણિક સત્ર કાર્ય શરૂ થયાના દિવસોમાં ગરીબ લાભાર્થીને વિતરણ કરવાના હોય છે. પરંતુ ખરેખર આવા હકકપાત્ર અને પાઠયપુસ્ત પર નિર્ભર ગરીબ બાળકોને લાભ અપાયો છે કે, કેમ જો સંખ્યા પ્રમાણે આવતાં પુસ્તકો વિદ્યાર્થીને ઉપલબ્ધ કરાયા હોય તો બચે કઇ રીતે ? અને તમામને પુસ્તકો વિતરણ કરવાની જવાબદારી શાળાની છે તથા મેળવેલ વિદ્યાર્થીની સહી લેવાની હોય છે તથા તેનો વિતરણનો સંર્પૂણ પત્રક જીલ્લા કચેરીને પહોંચતું કરવાનુંં હોય છે. ત્યારે આવા અભિમન્યુના કોઠા કઈ રીતે પસાર કર્યા કઇ રીતે બિનવપરાશ યુકત સ્ટોક થયો તે વિચાર કરતો પ્રશ્ર્ન બન્યો છે. જો પાઠય પુસ્તકો ચાલુ અભ્યાસક્રમના હોય તો આ પ્રકારે બારોબાર પસ્તીમાં પધરાવી દેવુંં તે શિક્ષિત સ્ટાફનુંં ભોપાળું સમાન વાલીઓ માને છે. જો શાળાની લાયબે્રરીમાંં આ પાઠય પુસ્તકોનો જથ્થો મૂકીને આગામી વર્ષોમાં ગરીબ વિદ્યાર્થીઓને કે જેઓને પુસ્તક ખોવાઈ જવુંં કે, ફાટી જવુંં કે, પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રિન્ટીંગના કારણે જથ્થો ઓછો અથવા અનિયમિત કે વિલંંબમાં આવે તો આવા લાયબ્રેરીમાં મુકાયેલા પુસ્તકનો સદ્દઉપયોગ થાય તે લેખે ગણાય. જોકે, આ પાઠય પુસ્તકોની સાથે અન્ય વહીવટી સાહિત્ય પસ્તી ભેગુંં ગયું છે કે કેમ તેવી પણ વાલીઓની શંકાઓ વચ્ચે તપાસનો વિષય બન્યો છે.