
- વ્હોરા કોટેજની મહિલાએ જીલ્લા કલેકટરને આવેદન આપી પાણીની સમસ્યા હલ કરવા માંગ કરી.
ગોધરા,ગોધરા વ્હોરવાડ વિસ્તારના વ્હોરા કોેેટેજમાં છેલ્લા 20 દિવસથી પાણી ન મળતુંં હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. વ્હોરવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ વ્હોરા કોટેજની મહિલાઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને આવેદન આપ્યું.
ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારના વ્હોરા કોટેજમાંં છેલ્લા 20 દિવસથી પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતો પાણીનો પુરવઠો મળી રહ્યો નથી. ભરચોમાસો પીવાના પાણીની કિલ્લત ઉભી થવા પામી છે. 20 દિવસથી પાણીની સમસ્યા માટે નગર પાલિકામાં અનેકવાર રજુઆત કરવામાંં આવી હોવા છતાં વ્હોરવાડ વ્હોરાકોટેજ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાંં આવ્યો નથી. આ વિસ્તારના લોકો પાલિકામાં ટેકસ ભરવા છતાંં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. વ્હોરાકોટેજ વિસ્તારમાં 1000 ઉપરાંત લોકો વસવાટ કરે છે. પાલિકા દ્વારા પુરો પાડવામાંં આવતા પાણીનો પુરવઠો નહિ મળતાં વેચાતું પાણી લાવીને પીવા મજબુર બન્યા છે. પાલિકા કચેરીમાં વ્હોરવાડ વિસ્તારમાં પાણીના કનેકશન વધારે હોવાથી પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં પહોંચતો નથી. જેથી આ વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈન નાખવા આવે અવારનવાર પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કલેકટરને આવેદન આપવામાં આવ્યા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી. તેમાં પણ છેલ્લા 20 દિવસથી પાણીનો પુરવઠો નહિ મળતાં વ્હોરવાડ વ્હોરા કોટેજ વિસ્તારની મહિલાઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વ્હોરા કોટેજ વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો વ્હોરા કોટેજ વિસ્તારની પાણીની સમસ્યા હલ નહિ કરાય તો આવનાર દિવસોમાં ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.