ગરબાડા અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની સાત બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

  • 21 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી .કુલ.484 વોટ માંથી 397 લોકો એ મતદાન કર્યું, જેમાંથી 17 મતો કેન્સલ થયા. વિજેતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ લોકો એ શુભેચ્છાઓ પાઠવી.

ગરબાડા, ગરબાડાની ધી ગરબાડા અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીના કુલ સાત સભ્યો માટેની ચુંટણી તારીખ 21 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં કુલ સાત બેઠકો માટે 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

ધી ગરબાડા અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ની વ્યવસ્થાપક ઓપરેટીવ કમિટીની મુદ્દત પૂર્ણ થતી હોવાથી સન 2023 ની વ્યવસ્થાપક કમિટીના સભ્યો માટેની ચુંટણી પ્રક્રિયા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેમાં જેમાં કુલ સાત બેઠકો માટે 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમજ કુલ 484 વોટરો માંથી 397 લોકોએ મતદાન કર્યું હતું. જે માંથી 17 મતો કેન્સલ થયા હતા મતદાન પ્રક્રિયા સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી ચાલી હતી. એક એક મતદારે સાત વોટ નાખ્યા હતા. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત ગણતરી થઈ હતી. જે રાત્રિના 7:30 વાગે પૂર્ણ થઈ હતી. જેમાં 21 ઉમેદવારોમાંથી વિજેતા 7 ઉમેદવારોમાં પ્રિતેશ સેવક, સંજય ગોસ્વામી, શૈલેન્દ્ર સોની, ગોપાલ પ્રજાપતિ, સાવન સોની, પરેશ દવે તેમજ ભૌતિક પ્રજાપતિનો સમાવેશ થાય છે.