રાજસ્થાન, ગુજરાત, ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

હાલ મેઘો મુશળધાર વર્ષી રહ્યો છે તેની વચ્ચે હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમજ બુધવારથી પૂર્વીય રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવું પણ જાહેર કર્યું છે.

માહિતી અનુશાર દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હોઈ શકે છે પરંતુ વરસાદે તેનું અંતર જાળવી રાખ્યું છે. જોકે, ભારે વરસાદને કારણે બીજી ઘણી મુશ્કેલી સર્જાઈ છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં વરસાદને કારણે સંકટ છે.આ ફરી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં રેલ્વે સેવાઓને પણ તેની અસર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે બાડમેર, જાલોર અને જેસલમેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે. ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદને કારણે નર્મદા અને અન્ય નદીઓ વહેતી થઈ છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણા ગામડાઓ કપાઈ ગયા હતા. પંચમહાલ દાહોદ ખેડા અરવલ્લી મહિસાગર બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લામાં મંગળવાર સવાર સુધી અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં આગામી ચાર દિવસમાં વ્યાપક વરસાદ પડી શકે છે.આઈએમડીએ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૨ જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ વીજળી પડવાની પણ આગાહી કરી છે. વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ અને તેના પછીના બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. બુધવારથી પૂર્વ ભારતમાં વરસાદ,તોફાનનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તેના બુલેટિનમાં આઇએમડીએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ ભારતમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ , એકદમ વ્યાપક વરસાદની આગાહી છે.

ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ, છૂટાછવાયાથી ભારે વરસાદ અને છૂટાછવાયા વાવાઝોડાની અપેક્ષા છે. જમ્મુ ડિવિઝન અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ, ત્યારબાદ ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાની શક્યતા છે.

પેટા હિમાલયન પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ ઝારખંડમાં શુક્રવારે ભારે વરસાદની સંભાવના છે. ગંગાના કિનારે પશ્ર્ચિમ બંગાળમાં ગુરુવાર અને શુક્રવારે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓડિશામાં ગુરુવાર સુધી વરસાદની અપેક્ષા છે,ગુરુવારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે. બિહારમાં ગુરુવાર અને શુક્રવારે પણ ભારે વરસાદ પડી શકે છે.