ઝાલોદ તાલુકામાં વિઘ્નહર્તા દેવની વિવિધ મંડળો સ્થાપના કરવામાં આવી

ઝાલોદ, ઝાલોદ નગર તેમજ સમગ્ર તાલુકા પંથકમાં વિવિધ ગણેશ મંડળો તેમજ ઘરે ઘરે શુભ મુહૂર્તમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ઢોલ નગારા તેમજ ગણપતિ બાપા મોરિયાના જય જયકાર સાથે ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.

ગણેશ ચતુર્થીના પાવન પર્વની નિમિત્તે નગર સહિત સમગ્ર તાલુકામાં ઠેર-ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર તાલુકામાં શ્રીજીના ભક્તો દ્વારા વિધિવત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે નાના ભૂલકાઓથી લઇ સૌએ ગણપતિ બાપાની વાજતે ગાજતે નગરમાં ઠેર ઠેર શ્રીજી ની મૂર્તિઓની સ્થાપનવિધિ કરવામાં આવી હતી. નગરના દરેક મંડળો દ્વારા ગણપતિ બાપ્પાનો ભવ્ય દરબાર સજાવી વિધિવત રીતે પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી. મોડે સુધી વિવિધ ગણેશ મંડળોનો ઘસારો મૂર્તિની ખરીદી કરવા નગરમાં જોવા મળતું હતું. બાપ્પાના વિધિવત સ્થાપન સાથે-સાથે આરતી તેમજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપન કરાયેલા સ્થળ ઉપર લાઈટના સહિતના ડેકોરેશન તેમજ વિવિધ નયનરમ્ય ઝાંખીના દર્શન કરાયા હતા. ત્યારે વિવિધ શણગાર કરી અને આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે તાલુકામાં શ્રીજીની ભક્તો દ્વારા પૂજા પાઠ આરતી મહાપ્રસાદ સાથે સ્થાપન કરાયેલ હતા.