ગોધરા, ગોધરા તાલુકાના ઓરવાડા ગામેથી પસાર થતાં દિલ્હી-મુુંબઈ હાઈવે ભારત માલા રોડ રળીયાતાના બજાણીયા ફળીયા પાસેથી પસાર થતાં બે બાળકો રોડ કિનારાની ગટરના પાણીમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ઓરવાડા રળીયાતા બજાણીયા ફળીયા પાસેથી ભારત માલાના દિલ્હી-મુંબઈ હાઈવે પસાર થઈ રહ્યો છે. તે આ રોડના કિનારેથી જગદીશભાઈ પ્રતાપભાઈ નાથાભાઈ બજાણીય ઉ.વ.12 તથા અક્ષય પ્રવિણભાઈ રામાભાઈ બજાણીયા ઉ.વ.11 પસાર થઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતે પગ લપસી જતાં બન્ને બાળકો રોડ સાઈડની ગટરના પાણીમાંં પડતા બાળકો ગટરના પાણીમાં ડુબી જતાં બન્ને બાળકોના કરૂણ મોત નિપજયા હતા. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી.