દે.બારીયા,દે.બારીયા તાલુકામાં 84 જેટલી સસ્તા અનાજની દુકાનો કાર્યરત છે પરંતુ દુકાનદારો ચણા આપે તો તુવેરદાળ આપતાં જ નથી. હાલમાં ગુજરાતની સંવેદન અને ગતિશીલ સરકારે ગરીબો માટે સાતમ, આઠમના તહેવારોને લઈને સીંગતેલ આપવાની ધોષણા કરી તેવા સમયે દુકાનદારો હડતાળ ઉપર હતા. તેઓનું નિરાકરણ આવતા હડતાળ સમેટાઈ હતી અને સાતમ, આઠમના તહેવારના બાદ સીંગતેલનું વિતરણ કરાયું હતું અને તેમાં તુવેરદાળ અને ચણા સસ્તા ભાવના ગરીબકાર્ડ ધારકો સુધી પહોંચયા નથી. ચણા તથા તુવેરદાળ આવશે તો ફરી અંગુઠા લઈને વિતરણ કરવામાં આવશે. તેવું આશ્ર્વાસન દુકાનદારો આપતા હતા. આ આશ્ર્વાસન પુરતુંં હોય છે દરેક દુકાન દીઠ બે હજારનો હપ્તો પહોંચતા 84 દુકાનોની કેટલી મોટી રકમ ભેગી થતી હશે તેવું લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત સુત્રો અનુસાર સપ્ટેમ્બરની 19 તારીખ થવા પામી છે. તેમ છતાં તુવેરદાળ અને ચણાનો જથ્થો દુકાનો સુધી પહોંચી નથી ? માસની છેલ્લી તારીખોમાં તુવેરદાળ અને ચણા ગોડાઉનમાં આવી જાય તો પણ દુકાનદારો દુકાનોમાં તાળા મારી ગાયબ હોય છે. તેના પાછળ આખું જીલ્લા અને તાલુકાનું પુરવઠા તંત્ર જવાબદાર છે. સરકારની રેવડીનો લાભ તો આવા ભ્રષ્ટ કર્મીઓ અને વચેટીયાઓ ચાંઉ કરી જાય છે. તેવું લાભાર્થીઓમાં ગણગણાટ સંભળાઈ રહ્યો છે. તુવેરદાળ અને ચણાનો જથ્થો ગરીબ કાર્ડધારકો ધરમના ધકકા દુકાનોનુંં સુધી જાય છે પણ ખરા પરંતુ દુકાનો ઉપર ખંભાતીયા તાળા દેખવા મળે છે. આ હપ્તા લેનારા ભ્રષ્ટ કર્મીઓને દેખાતું કેમ નથી કે પ-છી જાણી સમજી આંખ આડા કાન કરાઈ રહ્યા છે.