ઘોઘંબા કોબ્રા કા રાજા ભવ્ય આતશબાજી સાથે આગમન કરાયું

ધોધંબા, ઘોઘંબા નગરમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, તે અંતર્ગત નગરના કોબ્રા ગ્રુપ દ્વારા આજ રોજ નગરમાં ગણેશજીનું આગમન કરવામાં આવ્યું. ગણેશજીના આગમન ટાણે કોબ્રા ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં ભવ્ય આતશબાજી તથા ડીજેના તાલ સાથે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. કોબ્રા ગ્રુપ દ્વારા કરાયેલ આગમનને નિહાળવા માટે મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. કોબ્રા ગ્રુપના તેમજ નગરના સહુ લોકોએ ગણપતિજીના આગમનને નાચી ઝૂમી વધાવી લીધા હતા. આખું નગર ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારાઓ થી ગુંજી ઉઠેલ જોવા મળતું હતું.

કોબ્રા ગ્રુપની આકર્ષક ઝાંખી તેમજ બાપ્પાના ભવ્ય દરબારમાં દર્શન માટે જાણીતું છે. કોબ્રા ગ્રુપ દ્વારા નગરના ગણેશ ભક્તો માટે દર વર્ષે નિત નવી ઝાંખી માટે જાણીતું છે. કોબ્રા ગ્રુપ નગરના પ્રતિષ્ઠિત ગણેશ મંડળમાં સ્થાન ધરાવે છે. નગરના કોબ્રા ગ્રૂપ દ્વારા દ્વારા મુકવામાં આવતી ઝાંખીને તાલુકાના આસપાસના વિસ્તારના લોકો જોવા ઉમટી આવતા હોય છે.