ગોધરા તાલુકાના બેટીયા ગામે ધરમાં રાખેલ 1100નો દારૂ પોલીસે ઝડપ્યો

ગોધરા, ગોધરા તાલુકાના બેટીયા ગામે ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી કવાટરીયા અને બીયર ટીન મળી નંગ-10 કિંમત 1100/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના બેટીયા ગામે રહેતા ગણપતભાઈ ભયજીભાઈ ચૌહાણ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ધર માંથી બીયર ટીન અને કવાટરીયા નંગ-10 કિંમત 1100/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં રેઈડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.