શહેરા નવી વાડી ગામમાં ચાર દિવસથી લાઈટો બંધ રહેતા વીજ કચેરીએ રજુઆત

શહેરા, શહેરાના નવી વાડી ગામના ભગત ફળિયા સહિતના વિસ્તારમાં ચાર દિવસથી લાઈટો બંધ હોવાથી ત્યાંના રહીશો રજૂઆત માટે એમજીવીસીએલ કચેરી ખાતે આવ્યા હતા. વીજ ડીપીમાં ખામી સર્જાઇ હોવાથી વીજળી ગુલ થઈ હતી.

શહેરા તાલુકાના નવી વાડી ગામના અમુક ગ્રામજનો તેમના વિસ્તારમાં ચાર દિવસથી લાઈટો બંધ હોવાથી રજૂઆત માટે એમજીવીસીએલ કચેરી ખાતે આવ્યા હતા. ઈશ્ર્વરભાઈ માછી સહિતના ગ્રામજનો એ ડેપ્યુટી ઇજનેર ને તેમના વિસ્તારમાં લાઈટો બંધ છે, તે તાત્કાલિક ચાલુ કરવા સહિત અનેક રજૂઆતો કરાઈ હતી. જ્યારે આ ગામમાં વીજ ડીપીમાં ખામી હોવાથીભગત ફળીયું,ભોઇ ફળીયુ, યોગેશ્ર્વર ફળીયુ સહિતના વિસ્તારોમાં ચાર દિવસથી લાઈટો બંધ હોવાથી અહીંના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વરસાદી માહોલ તેમજ લાઈટો બંધ હોવાથી અજવાળે જમી લેવા સાથે અંધારૂં થયા બાદ ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતા. જે રીતે આ ગામ સહિત અન્ય ગામના અમુક વિસ્તારોમાં પણ લાઈટો બંધ હોય તો નવાઈ નહિ.