શહેરા નગર પાલિકા ના હોલ ખાતે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો

શહેરા નગર પાલિકા ના હોલ ખાતે કૃષિ પ્રધાન જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેડૂતોને માહિતગાર કરવા હેતુ મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યકમ મા મોટી સંખ્યા ખેડૂતો આવ્યા હતા.

   રાજયના કિસાનોના હિતાર્થે ગુજરાત સરકાર દ્વારા મુખ્‍યમંત્રી  કિસાન સહાય યોજના તેમજ કૃષિક્ષેત્રે નવીનતમ સંશોધનો, ભલામણો તેમજ કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની  યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેતા થાય તે હેતુસર શહેરા નગર પાલિકા ના ટાઉન હોલ ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી  જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર અમિત અરોરા ની ઉપસ્થિતિ માં કિસાનો માટે મુખ્‍ય મંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમનું સરકાર ની ગાઇડલાઇનનું ચૂસ્‍તપણે પાલનસાથે આયોજન કરવામા આવ્યુ હતુ.પ્રગતિશીલ ખેડૂતોનુણ સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. રાજ્ય સરકાર ના મંત્રી જયદ્રથ સિંહ પરમાર  અને ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ એ ખેડૂતો ને સરકાર ની મળવા પાત્ર વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા.આ કાર્યકમ મા જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ,તાલુકા પંચાયત ના એ ટી ડી ઓ કિરણસિંહ સોલંકી તેમજ ખેતીવાડી શાખા ના અધિકારીઓ  તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : તુષાર દરજી