મહારાષ્ટ્રના 7 ગામોમાં કોરોનાના કેસ વધવાના કારણે અહીં 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
- ઉપમુખ્યમંત્રીના ગામ કાટેવાડીમાં 7 દિવસ માટે લોકડાઉન
- બારામતીમાં કોરોનાના દર્દીની સંખ્યા વધતા 7 દિવસનું લોકડાઉન
- 7 જુલાઈ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું
- બારામતીમાં 950થી વધારે સક્રિય કેસ
ઉપમુખ્યમંત્રીના ગામ કાટેવાડીમાં 7 દિવસ માટે લોકડાઉન
કોરોનાના વધતા કહેરના કારણે ઉપમુખ્યમંત્રી અજીત પવારના ગામ કાટેવાડીમાં 7 દિવસ માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. બારામતીમાં કોરોનાના દર્દીની સંખ્યા વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકિકત પૂણે જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભલે ધીમી પડી હોય પણ બારામતી તાલુકામાં કેસની સંખ્યા વધી રહી છે. એટલા માટે પ્રશાસને કોરોના હોટ સ્પોર્ટવાળા 7 ગામોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
7 જુલાઈ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું
બારામતી તાલુકામાં બીજી લહેરમાં એક દિવસમાં 500 દર્દી મળી રહ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી કોરોનાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પણ ગાઈડલાઈનનો ભંગ થયા કેસ વધ્યા જેથી 7 જુલાઈ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે.
બારામતીમાં 950થી વધારે સક્રિય કેસ
બારામતીમાં અત્યાર સુધીમાં દર્દીની સંખ્યા 25 હજાર 431 નોંધાયા છે. જેમાંથી 24 હજાર 474 દર્દી સાજા થઈ ચૂક્યા છે. સાડા 900થી વધારે સક્રિય રોગીઓે હજું પણ બારામતી શહેર અને તાલુકમાં છે. જ્યારે કાટેવાડી ગામમાં 27 લોકો પોઝિટિવ મળ્યા છે. આ વિસ્તારોમાં સતત કેસ વધી રહ્યા છે જેના કારણે અહીં 7 દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.