- જિલ્લાની ૨૦૦૦થી વધુ આંગણવાડીઓના ૫૧,૭૪૩ બાળકો હવે ગણવેશમાં શોભશે.
- ગણવેશ બાળકોમાં એક રૂપતા અને નવા આત્મવિશ્વાસનો સંચાર કરાવશે
ગોધરા,
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી રાજ્યની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને ગણવેશ વિતરણના કાર્યક્રમનો ઓનલાઇન શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ, ગોધરા ખાતે યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણની આ પહેલથી જિલ્લાની ૨૦૦૦ જેટલી આંગણવાડીઓના ૫૧,૭૪૩ બાળકો હવે ખાનગી નર્સરી સ્કૂલ્સ, પ્રિ-સ્કૂલ્સના બાળકોની જેમ ગણવેશમાં શોભશે. યુનિફોર્મ બાળકોમાં એકપતા લાવવામાં, સમાનતાનો ભાવ વિકસાવવામાં, એક ઓળખ ઉભી કરાવવામાં તેમજ આત્મવિશ્ર્વાસની વૃદ્ધિ કરવામાં સહાયપ બનશે તેમ જણાવતા પ્રમુખએ આ પહેલ બાળકોના વિકાસમાં અત્યંત મદદ રૂપ સાબિત થશે તેમ ઉમેર્યું હતું. ખાનગી નર્સરી અને પ્રિ-સ્કૂલ્સના બાળકો સામે આંગણવાડીના બાળકોને બરાબરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના નિશ્ચયના ભાગરૂપે બાળકોને યુનિફોર્મ વિતરણ અભિયાનની આ પહેલ હાથ ધરવામાં આવી છે તેમ પ્રમુખએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મોરવા હડફના ધારાસભ્ય સુ નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારે આંગણવાડીઓમાં પોષણયુક્ત આહાર, આરોગ્ય તપાસણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આંગણવાડીના બાળકોને ઉત્તમ ગુણવત્તાના ગણવેશના વિતરણના આ કાર્યક્રમને આ જ દિશામાં કરાયેલ વધુ એક પ્રશંસનીય પહેલ ગણાવતા આઈસીડીએસની યોજનાઓનો લાભ જિલ્લાના દરેક ખૂણાના બાળકો સુધી પહોંચે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે સુનિશ્ચિત કરવાની સૌની સહિયારી જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આંગણવાડીની કાર્યકર બહેનો આ બાળકોમાં સારા સંસ્કારોના સિંચન સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ આગવી પહેલના લીધે આ ભૂલકાઓનો આંગણવાડીમાં જવાનો ઉત્સાહ વધશે તેમ અર્જુનસિંહ રાઠોડે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં બાળકોને ગણવેશની સાથે માસ્ક, સેનેટાઈઝર ધરાવતી એક હાઈજિન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શઆતમાં બાળકો દ્વારા બનાવેલ પેઈન્ટિંગ સહિતની કૃતિઓથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, ડેપ્યુટી ડીડીઓ સી.ડી. રાઠવા, ડેપ્યુટી ડીડીઓ અને ખેતીવાડી અધિકારી જે.ડી.ચારેલ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સહિતના વરિષ્ઠ અધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.