દાહોદ જીલ્લામાં અવિરત વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા એક દિવસ માટે તમામ શાળાઓની રજા જાહેર કરાઈ

  • પ્રાથમિક શાળાઓ, ઉચ્ચતર તેમજ માધ્યમિક શાળા આંગણવાડી,સહીતની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

દાહોદ, દાહોદ જીલ્લામાં અવિરત પણે બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે. દાહોદ શહેર સહીત જીલ્લાભરમાં નિચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ભારે વરસાદના પગલે જીલ્લાના તમામ ડેમો નદી નાળા કોતરમાં પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ દાહોદ જીલ્લાને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેવા સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને સલામત જગ્યાએ ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે બાળકોની સુરક્ષા અને જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુંથી દાહોદ કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવીના નિર્દેશો અનુસાર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તેમજ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2023 સોમવારના રોજ દાહોદ જીલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરી દીધા સોમવારના દિવસે જીલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તેઓ સરકારી સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.