ચેન્નાઇ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન સતત ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ‘હિન્દી બધાને સાથે લાવે છેની ટિપ્પણી પર પ્રહાર કર્યો.ઉધયનિધિ સ્ટાલિને, જેમણે તાજેતરમાં સનાતન ધર્મ પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે સર્વાંગી ટીકાનો સામનો કરવો પડ્યો હતો, તેમણે અમિત શાહની ટિપ્પણીને વાહિયાત ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે હિન્દી દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે ‘હિન્દી’ એ વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારતની ભાષાઓની વિવિધતાને એક કરવાનું નામ છે.ઉધયનિધિએ કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે દેશના ચાર-પાંચ રાજ્યોમાં જ હિન્દી બોલવામાં આવે છે તે અંગે અમિત શાહનું નિવેદન સંપૂર્ણપણે વાહિયાત છે. આજીવિકા પેદા કરવાની આડમાં હિન્દીને થોપવાનું આ બીજું સંસ્કરણ છે.
‘સ્ટોપ ઇપોઝિંગ હિન્દી’ હેશટેગ સાથે ઉધયાનિધિએ કહ્યું કે અમે અહીં તમિલ બોલીએ છીએ, જ્યારે કેરળમાં મલયાલમ બોલાય છે. હિન્દી આપણને ક્યાં સશક્ત કરી રહી છે? અમિત શાહે બિન-હિન્દી ભાષાઓને પ્રાંતીય ભાષાઓ કહીને અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.