દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને તેની વ્યાજદર વધારા સહિતની આડ અસરથી આમ આદમી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને કેન્દ્રની મોદી સરકાર અમેરિકા અને બ્રિટન સહિતના દેશોના દ્રષ્ટાંત આપી ભારતમાં મોંઘવારી ઓછી છે તેવા દાવા કરે છે તે વચ્ચે હાલમાંજ એક રીપોર્ટમાં વિશ્વમાં કોરોનાકાળ પછી વધેલી મોંઘવારીને યુક્રેન યુદ્ધ એ ગતિ આપી છે અને તેઓ જી-20 દેશોની સ્થિતિ પર નજર કરીએ તો તુર્કી બાદ સૌથી વધુ મોંઘવારી ભારતમાં છે. છેલ્લા ત્રણ વર્ષના મોંઘવારીના આંકડામાં અમેરિકા-બ્રિટન સહિતના પશ્ર્ચીમી દેશોમાં પણ મોંઘવારી વધી હોવાનું જણાવ્યું છે
પણ ભારતમાં તો 10 વર્ષથી મોંઘવારી સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષના ફુગાવાના આંકડા પર નજર કરો તો વિશ્વમાં યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું તુર્કી એ દુનિયાનો સૌથી મોંઘો દેશ છે. એટલે કે આ દેશમાં મોંઘવારીમાં 2022-23ના જુલાઈથી જુલાઈના વર્ષમાં 45%નો મોટો વધારો થયો છે તો ભારતમાં એક વર્ષમાં મોંઘવારી 7.5% વધી છે અને તે આ રીતે મોંઘવારીમાં વિશ્વમાં નંબર ટુ પર છે.જી-20ના અન્ય દેશોમાં બ્રિટન-જર્મની અને ઈટલીમાં 1 વર્ષમાં સરેરાશ 5.8% મોંઘવારી વધી છે. જો કે જી-20ના અન્ય દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, જાપાન અને રશિયામાં ફુગાવાના કોઈ પ્રમાણભૂત આંકડા મળતા નથી.
તુર્કી છેક 2020થી મોંઘવારીમાં પ્રથમ સ્થાને છે અને તેમાં કુલ 216%નો વધારો થયો છે. તુર્કી બાદ લાંબાગાળાની મોંઘવારીમાં બ્રાઝીલમાં 24% બ્રિટનમાં 20%ની ઝડપે મોંઘવારી વધી છે તો લાંબાગાળામાં મેકસીકો, ભારત, જર્મની, દ.આફ્રિકા અને અમેરિકામાં 18% ના દરે મોંઘવારી વધી છે. પાંચ વર્ષની તુલનામાં પણ તુર્કી નંબર વન છે અને ભારત નંબર બે પર છે. આમ વિશ્વના અન્ય દેશો સાથે ભારત પણ મોંઘવારીમાં સતત સાથે રહી છે. છેલ્લા 10 વર્ષમાં જી-20 દેશોમાં મોંઘવારી 45.6% વધી છે તો વિકસીત દેશોમાં તે ઓછી રહી છે. સૌના આશ્ર્ચર્ય વચ્ચે બન્ને કોરિયા, ચીન તથા સાઉદી અરેબીયામાં મોંઘવારી સૌથી ઓછી રહી છે.