હાલોલ,
હાલોલ નગરના મોટા ભાગના વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત નગરના કંજરી રોડ ગીધરારોડ પર રોડની વચ્ચોવચ ખોદકામ કરી પાઇપલાઇન નાખવાની કામગીરી કરાઈ છે. જેમાં રોડ રસ્તાઓ ખોડી કામ થઇ ગયા બાદ આવા ખાડાઓમાં માટી ભરી દેવામાં આવી છે. જેમાં યોગ્ય પુરાણ ન કરાયું હોવાને કેટલાય દિવસોથી આવા ખાડાઓમાં વાહનો ફસાઈ રહ્યા છે.
જેને લઈ કોન્ટ્રાક્ટરની કામગીરી અને તંત્રના સૂચક મૌન સામે લોકોને રોષ ફાટી નીકળ્યો છે. જેમાં શુક્રવારે બપોરના રોજ વધુ એક વાહન આવા અધૂરા પુરાણ કરાયેલ ખાડાનો ભોગ બન્યું હતું. જેમાં ગોધરા રોડ પર પ્રેમ એસ્ટેટ પાસે આવેલ મુખ્ય રોડ પરથી પસાર થતું એક કપચી ભરેલ ડમ્પર રોડની વચ્ચોવચ ખાડામાં ફસાયું હતું. જેમાં દ્રાઈવર સાઈડના ટાયરો ખાડામાં ઉતરી પડતા ડમ્પર સાઈડથી નમી આખું અધ્ધર થઈ ગયું હતું. જેને લઈ આસપાસ થી લોકો દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો કરી તાત્કાલિક આવા મુખ્ય રોડ રસ્તાઓનું રીપેરીંગ કરવા માંગ કરી હતી.