બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું પ્રખ્યાત બાસ્ટન રેસ્ટોરન્ટ બંધ થશે.

મુંબઇ,દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી મોટી લેન્ડ ડીલ છે. આ ડીલમાં બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીનું હેડક્વાર્ટર વેચાવા જઈ રહ્યું છે તો સાથે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું પ્રખ્યાત બાસ્ટન રેસ્ટોરન્ટ પણ બંધ થશે. આશ્ર્ચર્ય વચ્ચે આ લેન્ડ ડીલ ૧૦૦૦ કે ૨૦૦૦ કરોડનો નહીં પરંતુ ૫૨૦૦ કરોડમાં ફાઇનલ થઇ રહી છે.

લગભગ ૨૨ એકરની આ જમીન મુંબઈના વરલી વિસ્તારમાં છે. પૈસાની વાત કરીએ તો મુંબઈમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો જમીનનો સોદો માનવામાં છે. બોમ્બે ડાઈંગ આ જમીનનો સોદો બે તબક્કામાં પૂર્ણ કરશે. પ્રથમ તબક્કામાં, કંપનીને ગોઈસુ રિયલ્ટી પાસેથી રૂ. ૪,૬૭૫ કરોડ મળશે. બાકીના રૂ. ૫૨૫ કરોડ બીજા તબક્કામાં બોમ્બે ડાઇંગની કેટલીક શરતો પૂરી કર્યા બાદ પ્રાપ્ત થશે.

બોમ્બે ડાઇંગનું મુખ્યાલય ‘વાડિયા ઇન્ટરનેશનલ સેન્ટર’ આ જમીન પર બનેલ છે. ગયા અઠવાડિયે માલસામાનથી ભરેલી ઘણી ટ્રકોને કંપનીના હેડક્વાર્ટરમાં ખસેડવામાં આવી હતી. કંપનીના ચેરમેન નુસ્લી વાડિયાની ઓફિસ દાદર-નાગોમમાં બોમ્બે ડાઈંગની પ્રોપર્ટીમાં શિફ્ટ કરવામાં આવી છે. તે વાડિયા ગ્રુપના હેડક્વાર્ટરની પાછળ આવેલું છે. શિલ્પા શેટ્ટીની બાસ્ટન રેસ્ટોરન્ટ પણ આ જ બિલ્ડિંગમાં છે જે હવે બંધ થઈ રહયું છે.

વર્ષ ૨૦૧૯માં પણ જાપાનની ગોઈસુ રિયલ્ટીએ પાસેથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ૧૨,૧૪૧ ચોરસ મીટર જમીન લીઝ પર લીધી હતી. આ માટે ૨૨૩૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા મહારાષ્ટ્રની મિલની જમીન નીતિ અનુસાર બોમ્બે ડાઈંગે તેની દાદર-નાગોમ મિલની આઠ એકર જમીન બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્ક અથવા મનોરંજનની જગ્યા માટે સોંપી છે. જ્યારે મહારાષ્ટ્રની હાઉસિંગ ઓથોરિટી ‘મ્હાડા’ને ૮ એકર જમીન આપવામાં આવી છે જ્યાં જાહેર હાઉસિંગ સોસાયટી વિક્સાવવાની છે.

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે આ મિલની જમીન સરકારી એજન્સીઓને સોંપવાના બદલામાં ડેવલપરને ૮૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તાર વિક્સાવવાનો અધિકાર મળશે. આ વિસ્તારમાં જે હાઉસિંગ બિલ્ડીંગ બનાવવામાં આવશે તેનો ઉપયોગ મિલ કામદારો માટે પરિવહન આવાસ અને મકાનોના બાંધકામ માટે કરવામાં આવશે.