
સંંતરામપુર, જી.સી.આર.ટી..ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આયોજીત જીલ્લા કક્ષાનો કલાઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચનાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય,જેવા વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તે માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
જેમાં ચિત્ર સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, G20 થીમ આધારીત પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગોનું આયોજન કરાયું હતું. જેમાં મહીસાગર જીલ્લાના સંતરામપુર, બાલાસિનોર, ખાનપુર, કડાણા, લુણાવાડા, વીરપુર તાલુકા માંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમને પોતાના કૌશલ્યો અહીંયા રજૂ કર્યા હતા. તેમને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર તેમજ પ્રમાણપત્ર અને પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યા હતા. ડાયટ ડી.આર.યુ. શાખના સિનિયર લેક્ચર કનુભાઈ એસ.પટેલે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં, નિર્ણાયકો, અધ્યાપકો, શિક્ષકો, ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.