
સંતરામપુર,સંતરામપુર તાલુકાના કણજરા પ્રાથમિક શાળામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 1 થી 8 ના 45 બાળકોએ શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી હતી. સફળ સંચાલન માટે આચાર્ય તરીકે પટેલિયા જીજ્ઞાસાબેન અને ઉપાચાર્ય તરીકે પટેલિયા પ્રિન્સ એ કામગીરી કરી હતી. તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય ઉમેશભાઈ પૂંવારે તમામને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ શિક્ષક દિનનું મહત્વ અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને કવનની ચર્ચા કરી હતી. શાળાના તમામ શિક્ષકો અને એસએમસીના સભ્યોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યને જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી થવા બદલ શાળા પરિવારે તેમનું સન્માન કર્યું હતું તથા શાળા પરિવાર તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.