સંતરામપુર તાલુકાના બાબરી ગામે અજાણ્યા વ્યક્તિની જંગલમાં ઝાડ ઉપર લટકતી લાશ મળી

સંતરામપુર : સંતરામપુર તાલુકાના બાબરી ગામે જંગલમાં અજાણ્યા વ્યક્તિની ઝાડ ઉપર લટકતી લાશ જોવા મળી આવી. ગામના કોઈ એક વ્યક્તિએ ઝાડ ઉપર કઈ લટકે છે, તેમ ખબર પડતા ગામના લોકોને ભેગા કરવામાં આવ્યા અને બોલાવવામાં આવ્યા તો જંગલની અંદર ઝાડ પાસે ગયા હતા. તો ખબર પડી કે કોઈ વ્યક્તિની લાશ લટકી જોવા મળી આવેલી છે. લાશ એટલી ખરાબ થઈ ગયેલી કે તેને ઓળખવી તે પણ મુશ્કેલી બનેલી હતું. શરીરનો અડધા ઉપર અંગો ખલાસ થઈ ગયેલા જોવાઈ રહેલા હતા. આ ઘટનાની સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવ્યું. સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેનું પંચકેસ કરી અને વધુ તપાસ હાથ ધરી હાલમાં પોલીસે આ ઘટનાને જાણવા જોગ દાખલ કરી ઝાડ ઉપરથી લટકેલી લાશને ઉતારીને પોસ્ટમોર્ટમ કરવા માટે સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હાલમાં આ આ લાશનો કોઈ ઓળખ થયેલ નથી. પોલીસ વધુ ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી છે.