સંતરામપુરમાં બરોડા ગ્રામીણ બેંકનું રાત્રીમાં સાઇલેન્સર વાગતા દોડધામ

સંતરામપુર, સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું રાત્રિના ત્રણ વક્તાનો સાઇલેન્સર વાગતાં દોડધામ મચી જવા પામી હતી. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બેંકની અંદર પ્રવેશ કરે તો ઓટોમેટીક સાઇલેન્સર વાગે એ રીતનું સાઇલેન્સર ગોઠવવામાં આવેલું હતું. જેથી કરીને બેંકની અંદરની સલામતી જળવાઈ રહે આ હેતુથી બેંકમાં સાઇલેન્સર લગાવવામાં આવેલું હતું. પરંતુ કયા જ કારણસર રાત્રિના ત્રણ વાગ્યાનો સાઇલેન્સર વાગવાનું ચાલુ રહેતા દોડધામ મચી ગઈ હતી આજુબાજુના રહીશોને સોસાયટી વિસ્તારના રહીશો આ સાઇલેન્સરના કારણે રાતના ઉભા થઈને જોવા આવતા અને ગભરાટ જોવા મળી આવેલી હતી. આ સાઇલેન્સરના કારણે આજુબાજુના રહીશો આખી રાત જગ્યા સવાર સુધી સાઇલેન્સર વાગતું રહ્યું પરંતુ તેને બંધ કરવા માટે કોઈ આવી જ ના રહ્યો. સાઇલેન્સર વાગતું રહ્યું અને રહીશો ગભરાઈ ગયા ચોર આયા….ચોર આયા…. રહીશો ઊંઘવાના બદલે આખી રાત પેટ્રોલિંગ કર્યું.