શહેરા શારદા મંંદિર હાઈસ્કુલમાં સ્વશાસન દિનની ઉજવણી કરાઈ

શહેરા, શહેરા શારદા મંદીર હાઇસ્કુલમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ એક દિવસ માટે શિક્ષક બની ભણાવવાની ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાનું સંચાલન કર્યું હતું.

શહેરા નગર વિસ્તારમાં આવેલ શારદા મંદિર હાઇસ્કુલ માં સ્વશાસન દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષકની જેમ જ તૈયાર થઈને શાળામાં આવ્યા હતા. શિક્ષકની જેમ જ સાથે ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બની ભણાવવાની ખુશી વ્યક્ત કરી હતી. દિવસ દરમિયાન શાળાનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. શાળામાં ભણાવતા શિક્ષકોના આશીર્વાદ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા એક દિવસ માટે શિક્ષક અને આચાર્ય બનેલ વિદ્યાર્થીઓને શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું હતુ. જ્યારે એક દિવસ માટે શિક્ષક અને આચાર્ય બનેલ વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવો શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા.