શહેરા તાલુકાના ઉજડા ગામના મનરેગા યોજનાના કામોનો ડે. ડી.ડી.ઓ.નો સાંઠગાંંઠ ભર્યો તપાસ અહેવાલ…?

  • સ્થળ ઉપર અને દસ્તાવેજોમાંં ભારે વિરોધાભાસ.
  • વિકાસના કામો પૂર્ણ હોવા છતાં હાલ પ્રગતિમાં હોવાનુંં દર્શાવીને દોષિતોને બચાવવાનો તંત્રનો કારસો.
  • જાગૃત અરજદાર દ્વારા જરૂરી પુરાવા અને વિરોધાભાસ મુદ્દા સંંદર્ભે પુન: તટસ્થ તપાસની ગાંધીનગર કક્ષાએ રજુઆત કરવામાં આવતા ખળભળાટ.

ગોધરા,શહેરા તાલુકાના ઉજડા ગામે ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાના મુદ્દે તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસ બાદ પ્રસિદ્ધ કરાયેલ અહેવાલમાં સરપંંચની ષડયંત્ર પૂર્વકની ભૂમિકા જણાઈ આવી છે : વિકાસના કામો ઓનલાઈન પૂર્ણ બતાવ્યા છે. તો બીજી તરફ અહેવાલમાં પ્રગતિ હેઠળ કામ હોવાનું દર્શાવાયું છે. આમ, વિરોધાભાસી અને સાંઠગાંઠ ભર્યા અહેવાલ અંગે પુરતા પુરાવા સાથે પુન: ગાંધીનગર કક્ષાએ આક્ષેપયુકત રજુઆત કરાઈને દોષિતો સામે પોલીસ કેસ કરવાની માંગ કરવામાં આવતાંં ફરી એકવાર મનરેગાનું ભૂત ધૂણતું થયુંં છે

એક જાગૃત નાગરિક દ્વારા મુખ્ય મંત્રી તથા ગ્રામ્ય વિકાસ કમિશ્ર્નર સુધી કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ શહેરા તાલુકાના મોજે ઉજડા ગામે મનરેગાના કામો પુર્ણ થયેલ ન હોવા છતાં પેમેન્ટ કરી ગેરરીતી આચરવામાં આવેલ હોવા બાબતની લેખિત અરજી તા. 10/08/ર013 ના રોજ આપેલ જેનો ઈનવર્ડ નંબર: LF/2023/4860 થી અરજી કરેલ હતી. અરજીના અનુસંધાને સી.એમ.ઓ. કાર્યાલય તરફથી Application Status ઓનલાઈન પ્રસિધ્ધ કરેલ અને તે અનુંસંધાને જિલ્લા વિકાસ અધિકારીએ અરજીના અનુસંધાને તા. 14/8/2023 ના રોજનો સ્થળ તપાસણીનો અહેવાલ Application Status ઓનલાઈન પ્રસિધ્ધ કરેલ છે. જે જોતાં સદર Application Status તદ્દન ખોટ અને ઘણો જ વિરોધાભાસ દર્શાવત હોવાની હકીકતો અને વિગતવાર ખુલાસો રજુ કરવામાં આવ્યા છે. જેમાંં Application Status ઓનલાઈન અહેવાલ પ્રસિધ્ધ કરેલ છે, તે જોતાં Application Status જે કામો તા.14/8/2023 ના રોજના સ્થળ તપાસણીમાં ફોટોગ્રાફસ સાથે રજુ કરેલ છે અને કામો પ્રગતિ હેઠળ હોવાનો અહેવાલ આપેલ છે, જયારે તે જ કામો અંગે Govt of India Ministry of Rural Development Department of Rural Development Dt. 01 Sep-2023 અહેવાલ જોતાં તે તમામ કામો સને 2019-2020ની સાલમાં પૂર્ણ થયેલ બતાવે છે. આમ, આ કામે મોટા પાયે ગેરરીતી થયેલ હોવાનું પાકુ અને ચોકકસ છે જેથી તે કામો પૂર્ણ થઈ ગયેલ છે કે કેમ? તથા તે કામો સ્થળ પર હજી પ્રગતિમાં છે કે કેમ? તે ચોક્કસ ખાતરી કરાવી અને જો ઓનલાઈન માહિતી ખોટી આપેલ હોય તો થયેલ ગેરરીતી બદલ જવાબદાર અધિકારી સામે કાયદેસર રીતે પ્રોસીક્યુશન ફોજદારી ફરીયાદ દાખલ થવા અને કેટલા નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે, તે જવાબદાર સામે ગુનો નોધવા હુકમ કરવા અરજ કરાઈ છે. અત્રે નોંધનીય છેકે, ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાળાંતર રોકવા બિનકુશળ શ્રમિકોને ઘર આંગણે રોજગારી પુરી પાડવાના હેતુસર અમલમાં આવેલી મનરેગા યોજનાના નીતિનિયમોનો સ્થાનિક સરપંચ દ્વારા સરેઆમ ભંગ કરીને ગેરરીતિ આચરાઈ રહી છે. તે બાબતે જાગૃત નાગરિકે તપાસની માંંગના સંદર્ભે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી અહેવાલમાં તદ્દન વિરોધાભાષ અને નાણાંકિય ગેરરીતિ કરવાનુંં ષડયંત્ર રચાયું હોવાનું સ્પષ્ટ પુરાવા સાથે પ્રતિઉત્તર ગાંધીનગર કક્ષાએ રજુ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, તપાસ અધિકારી દ્વારા સરપંચને બચાવવા માટે કાગળ ઉપર અને સ્થળ ઉપર મનપસંદ ગોઠવણ કરવાની આવી હોવાના પણ અરજદાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, સ્પષ્ટ પુરાવા રૂપે રજુ કરેલ દસ્તાવેજ આધારે જો ઉચ્ચ અધિકારી દ્વારા પુન: તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો દુધનું દુધ પાણીનુંં પાણી થાય તેમ છે. સ્થાનિક બેકાર ગ્રામજનોને રોજગારી આપવાના બદલે સરપંંચ ખુદ લાભાર્થી બનીને મસમોટી રકમ હયભય કરી હોવાનુંં ગ્રામજનો જણાવી રહ્યા છે. નાણાંકિય ગેરરીતિ આચરનાર સરપંચ દ્વારા આ યોજનાનો યોગ્ય ઉપયોગ નહીં કરીને સરકારી નાણાંનો દુરવ્યય કર્યો હોવાથી પોલીસ કેસ કરવાની માંંગ કરતી લેખિત રજુઆત ગાંધીનગર કરવામાંં આવતા મનરેગા સાથે સંકળાયેલા સંંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ગેરરીતિ આચરના સરપંચને પંચનામાના સાક્ષી બનાવાતા આશ્ર્ચર્ય….

આ મનરેગા યોજનામાં ઉજડા ગામે આચરાયેલી ગેરરીતિ સંદર્ભે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન પંંચ તરીકે સરપંચને લેવામાંં આવતા આશ્ર્ચર્ય ઉપજે છે. કારણ કે, ગેરરીતિ આચરનાર સરપંંચને જ આ પંંચનામામાંં સહી કરાવવામાંં આવતાં તંંત્રની કાર્ય પદ્ધતિ શંકાના ધેરાવામાં આવી ગઈ છે. જોકે, મહત્વની હકીકત એવી છે કે જે લાભાર્થી દિલીપભાઈ ભયજીભાઈ મહેરાનાઓ છે. તેઓને આ કામે પંચ તરીકે દર્શાવવામાં આવેલા છે, જેથી આ કામે તટસ્થ સાહેદ તરીકે અન્ય કોઈ વ્યક્તિને રાખેલ નથી પરંતુ એકબીજાના મેળાપીપણામાં કામગીરી થયેલ હોવાની તેમજ ગેરરીતી થયા અંગેની ગહન આશંકા છે. જેથી પુન: તપાસ અને પંચનામા અંગે વિચારણા કરી ઉપરોકત બંન્ને સરકારી કામના કાગળો મુજબ યોગ્ય અને તટસ્થ રીતે જોઈ તપાસી યોગ્ય થવા અરજ કરાઈ છે.

માનીતા અને સાંઠગાંઠ ધરાવતા શ્રમિકોને સતત કામ અપાતા અન્યોને અન્યાય….

મનરેગાના વિકાસના કામે સર્વે નંબરો જો એક સરખા જણાતા હોય તો એક જ સર્વે નંબર હોય પરંતુ સન 2019- 2020 જે લાભાર્થીને લાભ આપ્યો હોય તે જ લાભાર્થી ફરીથી તેવા પ્રકારનો લાભ સને- 2023 માં ના મેળવી શકે તેવો નિયમ છે પરંતુ ભ્રષ્ટાચારી સરપંચ દ્વારા અગાઉ લાભાર્થીને લાભ અપાયો હતો તેને જ પુન: અન્ય કામમાં લાભ આપીને સીધી રીતે તેની સાથે ભાગીદાર અથવા સાંઠગાંઠ કરી હોવાનું સ્પષ્ટ પણે જોવા મળે છે. માનીતા લાભાર્થીઓને જ મનરેગાના કામો આપીને જોબ નંબર ફાળવવવામાં આવતો હોવાને લઈને અન્ય દિવસો થી બેકારી અવસ્થા ભોગવતા અને કામ કાજ શોધતા સ્થાનિક શ્રમિકને ઈરાદા પૂર્વક રોજગારીથી વંચિત રાખીને અન્યાય કરવામાંં આવ્યો હોવાની બુમો ઉઠી છે.

ત્રણ વર્ષ પૂર્વે કામ પૂર્ણ કરેલ હોવા છતાં તપાસ અહેવાલમાં પ્રગતિ હેઠળ દર્શાવાયું….

શહેરા તાલુકાના ઉજડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી મનરેગા યોજનામાં ભારે ગેરરીતિ આચરાઈ હોવાના મુદ્દે તપાસના અહેવાલમાં જણાવ્યા મુજબ સર્વે નં.119 ચેકવોલના કામ તપાસ અહેવાલમાં પ્રગતિમાં હોવાનું જણાવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકારની મનરેગા યોજનાની ઓનલાઈન વેબસાઈટમાં આ કામ વર્ષ 2019-2020માં પૂર્ણ કરીને નાણાં ચૂકતે કરવામાં આવ્યા હોવાનું દર્શાવાયું છે. આમ, ત્રણ વર્ષ પૂર્વેનું મંજુર થયેલ કામ પૂર્ણ થયું હોવા છતાં હાલમાં પ્રગતિ હેઠળ હોવાનું કયા સંજોગોમાં દર્શાવાયું છે. તે એક તપાસનો વિષય બન્યો છે.

સરપંંચ મટીને મનરેગાના શ્રમિક લાભાર્થી બન્યા….

ઉજડા ગામના સરપંચ મેહરા દિલિપભાઈ ભયજીભાઈ છે પરંતુ સર્વે નં.658માંં હાથ ધરવામાંં આવેલા વિકાસના કાર્યો માટે જ સરપંચ મટીને મનરેગાના શ્રમિક લાભાર્થી બનીને પોતે ખોદકામ હાથ ધરવામાંં આવ્યું હોવાનું તપાસ અહેવાલમાં બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે, સરપંંચ દ્વારા બેરોજગાર શ્રમિકોને રોજગારી આપવાની ભૂમિકા હોય છે. પરંતુ કયા સંંજોગોમાં આ સરપંચ દ્વારા રોજગારી આપવાના બદલે ખૂંચવી લઈને લાભાર્થી બની જઈને સરકારી રકમમાં ગેરરીતિ આચરવાનો ખેલ ખેલ્યો હોવાનુંં બહાર આવ્યું છે. જોકે, હોદ્દાની રૂએ સરપંચ દ્વારા પોતે મનરેગામાં કામ કરી ન શકે તેવી જોગવાઈ છે. તેમ છતાંય શ્રમિક બનીને શ્રમિક કાર્ડ કયા સંજોગોમાં કાઢવામાં આવ્યું અને રોજગારી દિનના વેતન કઈ રીતે ચુકવવામાંં આવ્યું તે પણ એક આશ્ર્ચર્ય ઉપજે તેમ હોવાથી તેઓની સામે વસુલાત થવી અનિવાર્ય છે.

રજુઆતના પગલે તાજેતરમાં 25 જેટલા મનરેગાના સ્ટાફની બદલી કરાઈ…

શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના રહિશ દ્વારા ઉચ્ચસ્તરીય રજુઆત બાદ તપાસ અહેવાલમાંં ગેરરીતિ બહાર આવી હતી. જેમાં સ્થાનિક પદાધિકારી અને મનરેગાર સાથે સંકળાયેલ સ્ટાફની ભૂમિકા પણ સંડોવણી બહાર આવી હતી. જેથી આવા લાંચિયા કર્મચારીઓની બદલી કરવાની માંગના પગલે એકાએક સફાળું બનેલ વહિવટી તંત્ર દ્વારા જીલ્લાભરમાંથી આવા શંકાસ્પદ 25 જેટલા ટેકનિકલ તથા અન્ય સ્ટાફની ઉલટસુલટ બદલી કરવામાંં આવી હોવાનુંં જાણવા મળે છે.