ગોધરા,
કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયત વિસ્તારમંા થયેલ વિકાસના કામોમાં લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર થયેલ હોવાની ગ્રામજનો દ્વારા ૧૮ મે ૨૦૨૧ના રોજ જીલ્લા કલેકટરને લેખિતમંા રજુઆત કરવામાં આવી હતી. કરોલી પંચાયતમાં વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારમાં પંચાયતના તલાટી, સરપંચ, ડે.સરપંચ, તાલુકા વિકાસ અધિકારીના મેળાપીપણામાં આચરવામાં આવ્યો છે. તેવા આક્ષેપ સાથે કરાયેલ રજુઆત બાદ પણ તપાસ કરવામાં નહિ આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.
કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતમાં લાખો પીયાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેવું આવેદન ગ્રામજનો દ્વારા ૧૮ મે ૨૦૨૧ના રોજ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. કરોલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે આવતી કરોડો રૂપીયાની ગ્રાન્ટોમાં સરકારના નીતિ નિયમો અનુસાર કામો કર્યા વગર પંચાયતના સરપંચ, તલાટી અને કોન્ટ્રાકટર દ્વારા એકબીજાના મેળાપીપણામાં લાખો રૂપીયાની ઉચાપત કરેલ છે. કરોલી ગ્રામ પંચાયતના કોન્ટ્રાકટર દ્વારા પંચાયત વિસ્તારમાં મંજુર થયેલ રોડ માત્ર કાગળો ઉપર બનાવેલ છે. કરોલી ગામે રાણીયા રવિયા ફળીયા થી નવી પંચાયત સુધીના રોડ માત્ર કાગળ ઉપર બનેલ છે. નાળાનું કામ પણ કાગળ ઉપર કરવામાં આવ્યું છે અને લાખો રૂપીયાની ગ્રાન્ટ કામો સ્થળ ઉપર કર્યા વગર ગ્રાન્ટની રકમ ઉપાડી લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કરોલી સરપંચ, તલાટી, ડે.સરપંચ અને કોન્ટ્રાકટર દ્વારા એકબીજાના મેળાપીપણામાં તળાવ ઉપર પથ્થર પંપીંગ તેમજ બોર, ચેકડેમ જેવી યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોય ત્યારે કરોલી ગામના ગ્રામજનો દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપીને તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
કરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસલક્ષી કામો સ્થળ ઉપર કર્યા વગર માત્ર કાગળ ઉપર કામો પુરા કરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કરોલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારમાં સરપંચ, ડે.સરપંચ, તલાટી, કોન્ટ્રાકટરના મેળાપીપણામાં તેમજ તાલુકા વિકાસ અધિકારીની મીઠી નજર હેઠળ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં કરોલી પંચાયતના વિકાસના કામોના ભ્રષ્ટાચારની તપાસ નહિ કરતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી છે. હવે જોવાનું રહે કે જીલ્લાકક્ષાએથી કરોલી પંચાયતમાં થયેલ વિકાસના કામોના ભ્રષ્ટાચારની તપાસ કરીને કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરાશે ખરી ? તે જોવાનું રહ્યું.