રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ૧૨ ગુજરાતીઓના મોત નિપજયાં, મથુરા દર્શન કરવા જઈ રહ્યા હતા

  • મૃતકોમાં ૬ મહિલા અને ૫ પુરૂષનો સમાવેશ થાય છે.

જયપુર, રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં ૧૨ ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટેન્કર અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા. આ મૃતકોમાં ૬ મહિલા અને ૫ પુરૂષનો સમાવેશ થાય છે. ભરતપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળઈ હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે ૫ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.

બસ ખરાબ થતા ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા, આ સમયે કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યાહ તા. ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.

રાજસ્થાનના ભરતપુરમાં રોડ દુર્ઘટના ભારે કમકમાટીભરી રહી. રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ટેન્કરે ટક્કર મારી હતી. જેમાં ૧૧ લોકોના મોત નિપજ્યા છે, તેમજ ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ભાવનગરથી બસ આવી રહી હતી અને બસમાં સવાર યાત્રિકો મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા. ગુજરાતની ય્ત્ન ૪૭૭૪૭ બસને અકસ્માત નડ્યો હતો. ભાવનગરના કાર્તિક ટ્રાવેલર્સની બસ હોવાની માહિતી સામે આવી છે. નેશનલ હાઈવે નંબર ૨૧ પર ભીષણ અકસ્માતમાં ૧૧નાં મોત નિપજ્યા છે.

મૃતકોમાં અંતુભાઈ લાલજીભાઈ ગયાણી ૫૫ વર્ષ,નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી ૬૮ વર્ષ,લલ્લુભાઈ દયાભાઈ ગયાણી,ભરત ભાઈ ભીખા ભાઈ,લાલજી ભાઈ મનજી ભાઈ,અંબાબેન જીણાભાઈ,કંબુબેન પોપટભાઈ,રામુબેન ઉદાભાઈ,મધુબેન અરવિંદભાઈ દાગી,અંજુબેન થાપાભાઈ,મધુબેન લાલજીભાઈ ચૂડાસમાનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળી હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે ૫ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. તો ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, તેઓને સારવાર માટે હોસ્પટિલ લઈ જવાયા છે. આ બસ ગુજરાતના ભાવનગરથી નીકળીને જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી, સવારે અંદાજે ૫ વાગ્યે આ ઘટના બની હતી. જેમાં મૃતકોમાં ૬ મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. રાજસ્થાન પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પહોંચાડવામાં આવી રહી છે. સમય પર મદદ પહોંચાડી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં ૫૭થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-૨૧ પર હંતારા પાસે સવારે ૫:૩૦ વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં ૬ મહિલાઓ અને ૫ પુરુષો હતાં. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક પલટી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો પણ બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઊભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલા લોકોને જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પર પણ જામ લાગી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે, ’રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’

સમગ્ર અકસ્માતની ઘટનાને લઇને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી આપી હતી. તેમણે ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે ઘટનાને લઇને તેમણે રાજસ્થાનના ભરતપુરના કલેક્ટર સાથે વાત કરી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તમામ પુરતી સારવાર અપાવવા વિનંતી કરી છે.સાથે જ તેમણે ત્યાંના ભાજપના ઘારાસભ્ય સાથે પણ સંપર્ક કરી તમામ લોકોની મદદ કરવા પણ કહ્યુ હતુ.ભારતીબેને જણાવ્યુ હતુ કે મૃતકોના પાથવ દેહને પણ વતન લાવવા માટેની તમામ વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.